Cricket commentators salary : ભારતમાં ક્રિકેટ પાછળ લોકો પાગલ છે. દરેક ક્રિકેટર એક દિવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું જોતો હોય છે અને કેટલાક મહાન ક્રિકેટરો કુશળ કોમેન્ટેટર પણ બને છે. જો કે, કોમેન્ટેટર બનવા માટે ક્રિકેટર બનવું જરૂરી નથી. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે કોમેન્ટેટર્સ કેટલી કમાણી કરે છે.
કેટલો હોય છે કોમેન્ટેટર્સનો પગાર ?
એક ક્રિકેટ કોમેન્ટેટરને દરેક મેચ માટે ફી મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વરિષ્ઠ કોમેન્ટેટર 6 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે. જો તમે અંદાજ લગાવો તો, જો કોઈ ક્રિકેટ કોમેન્ટેટર વર્ષમાં ૧૦૦ મેચમાં પણ કોમેન્ટરી કરે છે, તો તે કુલ ૧૦ કરોડ રૂપિયાથી વધુ કમાઈ શકે છે. હાલમાં, જો આપણે BCCI તરફથી ક્રિકેટરના વાર્ષિક પગારની વાત કરીએ, તો A+ ગ્રેડના ક્રિકેટરને વાર્ષિક ૭ કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ રીતે એક કોમેન્ટેટર પણ ક્રિકેટરને પાછળ છોડી દેતો હોય તેવું લાગે છે.
કોમેન્ટેટરી ક્ષેત્રમાં પગાર કોન્ટ્રાક્ટ પર આધાર રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં પ્રતિ મેચ 2-3 લાખ રૂપિયા મળે છે. જ્યારે થોડો અનુભવ વધે છે, ત્યારે તે 4-6 લાખની વચ્ચે પહોંચે છે. એક સ્તર પર પહોંચવા પર કોમેન્ટેટરને 8-10 લાખનો કોન્ટ્રાક્ટ પણ મળવાનું શરૂ થાય છે. ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ વિશ્વના સૌથી વધુ પગાર મેળવતા સ્પોર્ટ્સ કોમેન્ટેટર્સમાંના એક છે. ટીમ ઈન્ડિયાની મેચો ઉપરાંત ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ IPL અને વિદેશી પ્રવાસો પર સિરીઝ દરમિયાન કોમેન્ટરી પણ કરે છે.
સારા તેંડુલકર એવી રીતે શુભમન સામે જોયું કે વીડિયો થઈ ગયો વાયરલ, જુઓ
જુનિયર સ્તરે કેટલી આવક ?
ભારતમાં એક જુનિયર ક્રિકેટ કોમેન્ટેટર દરરોજ લગભગ 35,000 રૂપિયા કમાઈ શકે છે. જ્યારે એક અનુભવી ટોપ વર્ગના કોમેન્ટેટરને આના કરતા ઘણો વધારે પગાર મળે છે, જે દરરોજ 6થી 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ ધરાવતા કોમેન્ટેટર્સ પણ મોટી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા હોય છે અને જાહેરાતો દ્વારા કમાણી કરે છે. સ્પોર્ટ્સ ચેનલોને કોમેન્ટેટર્સની જરૂર હોય છે. જેઓ અહીં સારું પ્રદર્શન કરે છે તેઓ પાછળથી BCCI પેનલમાં જોડાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે