રઘુવિર મકવાણા, બોટાદઃ બોટાદ જિલ્લાના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા (ઉંમર વર્ષ 30) નામના યુકની ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ યુવકની હત્યા જૂના અદાવતમાં કરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે છ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજીતરફ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીની બે ટુકડી ગોઠવવામાં આવી છે.
30 વર્ષીય યુવકની નિર્મમ હત્યા
પ્રાપ્ત વિગત અનુસાર બોટાદના ઢાકણીયા ગામે રવિવારે રાત્રે 30 વર્ષીય ભરવાડ યુવકનું ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. તેની સાથે રહેલા બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પહેલા બોટાદ અને ત્યારબાદ ભાવનગરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ગટનાની તપાસ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી છે.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ યુવકની હત્યાના ઘેરા પડઘા સમગ્ર વિસ્તારમાં પડ્યા છે. પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં બે એસઆરપીની ટુકડી સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હત્યા કેસમાં છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઈકબાલ રાઠોડ, દાઉડ રાઠોડ, બહાદુર, અમન સાજીદ, હકુભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો પણ બનાવી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે