નવી દિલ્હીઃ Valentine Week: ફેબ્રુઆરીના મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. પ્રેમી કપલ માટે આ દિવસનું ખાસ મહત્વ હોય છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે અને આ દિવસે પ્રેમ કપલ એક બીજાને ખાસ અનુભવ કરાવે છે. વેલેન્ટાઈન ડે પહેલા વેલેન્ટાઈન વીકની શરૂઆત થાય છે.
7થી 14 ફેબ્રુઆરી સુધી આ વીક (Valentine Week)ચાલે છે. પ્રેમને વ્યક્ત કરવા અને પ્રપોઝ કરનારા લોકો વેલેન્ટાઈન વીકની આતૂરતાથી રાહ જોતા હોય છે. સાત દિવસમાં પ્રેમ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવાથી સંબંધ મજબૂત બની રહે છે અને લાંબો ચાલે છે. તો આવો જાણીએ વેલેન્ટાઈન વીકમાં કરાતા ઉપાયો વિશે..
ગ્રહોનો પ્રેમ સાથે સંબંધ
જ્યોતિષ શાસ્ત્ર (Astrolpgy)માં શુક્ર ગ્રહને પ્રેમ સંબંધ, કામ-વાસના અને રોમાન્સનો કારક માનવામાં આવ્યો છે. કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય તો જીવનસાથીની સાથે પ્રેમ અને રોમાન્સ ભરપૂર બનેલો રહે છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ વિપરીત હોય કે શુક્ર નબળો હોય કે પીડિત હોય તો જાતકના પ્રેમ અને વૈવાદિક જીવનમાં સમસ્યાઓ આવે છે. વેલેન્ટાઈન વીકમાં કરવામાં આવેલા ઉપાયોથી તમને પ્રેમમાં સફળતા મળે છે. આવો તે વિશે જાણીએ.
આ પણ વાંચોઃ કુંડળીમાં આ રીતે બને છે પ્રેમ યોગ, ક્યારે મળે છે પ્રથમ નજરનો પ્રેમ? જાણો
પ્રેમમાં સફળતાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીમાં પાંચમું ઘર પ્રેમનું ઘર જણાવવામાં આવ્યું છે. જો જાતક પોતાના પાંચમાં ઘરને મજબૂત કરી લે તો તેને ઈચ્છા અનુસાર જીવનસાથી અને જિંદગીભર પ્રેમની પ્રાપ્તિ થાય છે. વેલેન્ટાઈન વીકના સાત દિવસોમાં પોતાના શુક્ર ગ્રહને મજબૂત કરવાનો પ્રયાસ કરો. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા (Lakshmi Ji) કરો. આ સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ સાથે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો અને માં લક્ષ્મીને લાલ ફુલ ચઢાવો. વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનર કે જીવનસાથીને ગુલાબી રંગની વસ્તુઓ ભેટમાં આપો.
જો તમારા લગ્ન જીવનમાં દરરોજ લડાઈ-ઝગડા થાય છે તો શુક્રવારના દિવસે કામદેવ-રતિની ઉપાસના કરો. તેને પ્રસન્ન કરવા માટે 'ઓમ કામદેવાય વિદ્યહે, રતિ પ્રિયાયૈ ધીમહિ, તન્નો અનંદ પ્રચોદયાત' મંત્રનો જાપ કરો. આ સાથે પોતાના જીવનસાથી કે પાર્ટનરને સમય આપો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે