અમદાવાદ : બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેલાની કેનાલ પાસે રીક્ષા અને ઇકો કાર વચ્ચે સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામને સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. બેલા ગામમાં તલાટીએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકની સ્થિતી ગંભીર છે. જેની હાલ સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે