Home> World
Advertisement
Prev
Next

Donald Trump ની મોતની ભવિષ્યવાણી કરનાર સમાચારની શું છે સચ્ચાઇ

સોશિયલ મીડિયા પર અત્યારે એક થિયરી ચાલી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકપ્રિય શો 'ધ સિમ્પસન્સ' એ 27 ઓગસ્ટ 2020ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના મોતની ભવિષ્યવાણી કરી હતી. એટલું જ નહી આ સાથે જ સોશિયલ મીડિયા (social media) પર ટ્રમ્પનું એક કાર્ટૂન પણ વાયરલ થઇ રહ્યું છે.

Donald Trump ની મોતની ભવિષ્યવાણી કરનાર સમાચારની શું છે સચ્ચાઇ

ન્યૂયોર્ક: સોશિયલ મીડિયા પર અત્યારે એક થિયરી ચાલી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકપ્રિય શો 'ધ સિમ્પસન્સ' એ 27 ઓગસ્ટ 2020ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના મોતની ભવિષ્યવાણી કરી હતી. એટલું જ નહી આ સાથે જ સોશિયલ મીડિયા (social media) પર ટ્રમ્પનું એક કાર્ટૂન પણ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તે તાબૂતમાં સુતા થઇ રહ્યા છે. આ ફોટોને જોઇને એવું લાગે છે કે ફોટો 'The Simpsons' ના એપિસોડનું કહેવું છે. 

fallbacks

જાણવા મળ્યું છે કે વાયરલ ફોટો નકલી છે અને આ લોકપ્રિય સીરીઝના કોઇપણ એપિસોડમાં ટ્રમ્પના મોતની ભવિષ્યવાણી કરી નથી. હવે સવાલ એ છે કે શું સિમ્પસન્સે 27 ઓગસ્ટ 2020 માટે બીજી કોઇ ભવિષ્યવાણી કરી હતી? તો તેનો જવાબ ના માં છે. જોકે 27 ઓગસ્ટની તારીખનો ઉપયોગ ટિકટોક યૂઝર્સ પોતાના યૂઝર્સને ટ્રોલ કરવા માટે એમ જ ઉપયોગ કર્યો હતો. 

સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ

એક વાયરલ વીડિયોમાં દર્શકોથી 27 ઓગ્સ્ટ 2020 સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓએ જોવાનો આગ્રહ કર્યો છે. જોકે અજીબો ગરીબ રીતે ડોનાલ્ડ (Donald Trump)ના મોતના સમાચાર જોડાયેલા છે. પછી જોતાં જોતાં આ વાયરલ થઇ ગયો. 

જોકે ટ્રમ્પનો આ નકલી ફોટો શેર કરનાર ઘણા ટ્વિટર યૂઝર્સ (Twitter users) આ થિયરીની ઉત્પત્તિને લઇને ભ્રમિત હતા. તો બીજી તરફ શોના કેટલાક પ્રશંસકોએ તર્ક કાઢ્યો કે લોકપ્રિય સીરીઝે ક્યારેય પણ અમેરિકાના રાષ્ટ્રપતિના મૃત્યુંની ભવિષ્યવાણી કરનાર કોઇપણ એપિસોડને પ્રસારિત કરી નથી. 

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

આ પહેલીવાર નથી કે કોઇ એવી વાયરલ થિયરી માટે સિમ્પસન્સને જવાબદાર ગણાવી છે. તાજેતરમાં જ શોને ટોમ હેંક્સને કોરોના વાયરસ પોઝિટિવ આવવાની ભવિષ્યવાણી કરવા માટે પણ જવાબદાર ગણાવ્યા હતા. જોકે પછી આ બધુ ખોટું સાબિત થયું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More