Home> Gujarat
Advertisement
Prev
Next

BRTS Bus Accident: BRTS બસ બની મોતની સવારી, 21 લોકોના લીધા જીવ...

BRTS Bus Accident: ગઈકાલે સુરત, આજે અમદાવાદ (Ahmedabad) અને ફરીથી સુરત (Surat) ... એમ માત્ર 24 કલાકના ગાળામાં સિટી બસ તથા બીઆરટીએસએ (BRTS Bus) બંને શહેરોમાં અકસ્માતો (Accidents) ની વણઝાર સર્જી છે. અકસ્માત બાદ એકબીજા પર દોષારોપણ થઈ રહ્યું છે. ક્યારેક વાહનચાલકો પોતાની ભૂલને કારણે પોતાના જીવ ગુમાવે છે, તો ક્યારેક સિટી બસો બેફામ હાંકીને નિર્દોષોનો ભોગ લે છે. પણ, હકીકત તરફ નજર કરીએ તો છેલ્લાં કેટલાક વર્ષથી સરકારીના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રાઈવરની બેદરકારી, દારૂ પીને ગાડી ચલાવવી, ફોન પર વાત કરતા ગાડી ચલાવવી, મુસાફરોનો જીવ ઉંચે રાખવા, બીઆરટીએસ (BRTS) બસો તો જાણે મોતનો પરવાનો લઈને નીકળી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીઆરટીએસ દ્વારા થયેલા અકસ્માતનો આંકડા પર નજર કરીએ, તો બીઆરટીએસને તમે મોતની સવારી જ કહેશો. 

BRTS Bus Accident: BRTS બસ બની મોતની સવારી, 21 લોકોના લીધા જીવ...

અમદાવાદ :ગઈકાલે સુરત, આજે અમદાવાદ (Ahmedabad) અને ફરીથી સુરત (Surat) ... એમ માત્ર 24 કલાકના ગાળામાં સિટી બસ તથા બીઆરટીએસએ બંને શહેરોમાં અકસ્માતો (Accidents) ની વણઝાર સર્જી છે. અકસ્માત બાદ એકબીજા પર દોષારોપણ થઈ રહ્યું છે. ક્યારેક વાહનચાલકો પોતાની ભૂલને કારણે પોતાના જીવ ગુમાવે છે, તો ક્યારેક સિટી બસો બેફામ હાંકીને નિર્દોષોનો ભોગ લે છે. પણ, હકીકત તરફ નજર કરીએ તો છેલ્લાં કેટલાક વર્ષથી સરકારીના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રાઈવરની બેદરકારી, દારૂ પીને ગાડી ચલાવવી, ફોન પર વાત કરતા ગાડી ચલાવવી, મુસાફરોનો જીવ ઉંચે રાખવા, બેફામ સ્પીડમાં ગાડી હંકારવી વગેરે જેવા કિસ્સાઓ સતત સામે આવતા હોય છે. તો તેના પુરાવા પણ સામે આવતા રહે છે. તો તંત્ર દ્વારા પણ પુરાવા હોવા છતા કોઈ પગલા લેવાતા નથી. તેમાં પણ બીઆરટીએસ (BRTS) બસો તો જાણે મોતનો પરવાનો લઈને નીકળી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીઆરટીએસ દ્વારા થયેલા અકસ્માતનો આંકડા પર નજર કરીએ, તો બીઆરટીએસને તમે મોતની સવારી જ કહેશો. 

fallbacks

ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે માતાપિતા ક્યારેય નહિ જોઈ શકે

વર્ષ મોત સામાન્ય અકસ્માત
2014 10 59
2015 3 52
2016 5 28
2017 3 24
2018 2 200
2019 2 100

ઉપરના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે, વર્ષ 2014 બાદથી બીઆરટીએસ દ્વારા થયેલા એક્સિડન્ટનું પ્રમાણ સતત વધતુ જ રહ્યુ છે. જેમાં 2018માં તો આંકડો 200ને પહોંચી ગયો હતો. 

સુરતના રસ્તા પર ફરી રહ્યું છે મોત, BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો, લોકોમાં આક્રોશ 

બે દિવસમાં ત્રણ અકસ્માત
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. 

ગઈકાલે સુરત, આજે અમદાવાદ... 24 કલાકમાં બીજો અકસ્માત, અમદાવાદમાં BRTSની ટક્કરે 2 સગા ભાઈના મોત

તપાસના નામે મેયર બીજલ પટેલે પોતાનો પાંગળો બચાવ કર્યો 
અકસ્માત બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે પોતાનો બચાવ કરતા મેયરે કહ્યું કે, અમે જેટલા પણ ટાગોર હોલમાં કાર્યક્રમ માટે હાજર હશે એ બધાએ જોયુ હશે કે મેં ફોન ઉપાડ્યો નથી. આ દુખદાયક ઘટના છે. પોલીસ દ્વારા સઘન તપાશીસું, તપાસ બાદ યોગ્ય પગલા લઈશું. પરિવાર સાથે અમે જોડાયેલા રહીશું. કોર્પોરેશન તમામ મદદ કરશે, પરિવારના દુખ સાથે અમે જોડાયેલા છે. સંવેદનશીલ સરકાર છે. તેથી ચોક્કસ તમામ તપાસ કરીશું. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું કે, તપાસ બાદ પગલા લેશું. જે કોરિડોર વપરાતા નથી, ત્યાં આ પ્રકારની ઘટના વધુ બનતી હોય છે. આજે અકસ્માત થયો છે તે રેગ્યુલર કોરિડોર છે. હાલ તપાસ ચાલી રહી છે. હું પણ ઘટના વિશે સીધું મોનટરિંગ કરીશુ. જે પણ રિઝલ્ટ સામે આવશે તો કંપની અને ડ્રાઈવર સામે પગલા લઈશુ. પોલીસ રિપોર્ટ આવવાની અમે રાહ જોઈશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More