કલકત્તા: પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બિલ્ડિંગની બારીમાંથી અચાનક નોટોના બંડલ નીચે ફેંકવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઇ. અચાનક હવામાં ઉડતી નોટોને જ્યારે લોકોએ જોઇ તો લૂંટવા લાગ્યા. કેટલાક લોકોએ આ નજારાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. કલકત્તાના બેનટિંક સ્ટ્રીટ સ્થિત એક બિલ્ડિંગ હોક મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં બુધવારે ડાયરેક્ટરેટ રેવન્યૂ ઇંટેલીજન્સ (DRI) એ રેડ પાડી હતી.
મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પાંચ મોટી સરકારી કંપનીઓ વેચાશે
આ દરમિયાન આ ઓફિસની બારીમાંથી અચાનક નોટોના બંડલો નીચે ફેંકવાનો સિલસિલો શરૂ થયો.
બારીમાંથી ફેંકવામાં આવેલી નોટો બિલ્ડીંગ પરિસરની અંદર અને બહાર તરફ પડી. બિલ્ડીંગ પરિસરની અંદર તો ગાર્ડે નોટો વીણી લીધી તો બીજી તરફ લોકોમાં નોટ લૂંટવાની હોડ મચી. અત્યાર સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ નોટો કોણે ફેંકી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ્ડીંગના છઠ્ઠા માળેથી આ નોટો ફેંકવામાં આવી રહ્યા હતા. હાલ ડીઆરઆઇ અને કલકત્તા પોલીસ દ્વારા આ મામલે કોઇ નિવેદન સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે