અમદાવાદઃ ગુજરાતમાં 2 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.. ત્યારે આ વખત બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
ત્યારે સૌપ્રથમ વાત કરીએ તો કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા તેમજ આપમાંથી જગદીશ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવારોએ પોતાનો જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપ સાથે જોડાયેલા છે..ત્યારે ભાજપના ઉમેદવારે વિશાળ બાઈક રેલી સાથે વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
ઉમેદવારી નોંધાવતા પહેલા કડીમાં વિરાટ જનસભા યોજાઈ હતી.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.. આ ઉપરાંત સભામાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી.
આ પણ વાંચોઃ 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના, ચોમાસા અંગે અંબાલાલે આપી મોટી જાણકારી
આગળ વાત કરીએ તો કડીની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે .ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે..અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તો આ તરફ વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં પણ ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ત્યારે વાત કરીએ તો વિસાવદરમાં ભાજપમાંથી કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાને છે.
ત્યારે ભાજપના કિરીટ પટેલે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે ફોર્મ ભરતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ ભાજપના નેતાઓ પણ ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા. ત્યારે કિરીટ પટેલ વધુને વધુ લીડથી જીત મળે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.. તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે... તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયાએ પોતાની ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ માટે વિદેશથી આવ્યું રહસ્યમયી પાર્સલ
હાલમાં તો તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.. ત્યારે આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે,,, ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે ફરીથી જનતા કોના પર જીતનો કળશ ઢોળે છે તે તો સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે