Lawrence Bishnoi: ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી એક રહસ્યમયી કુરિયર આવ્યું છે, જેણે ભારતીય સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે. આ કુરિયર ગુજરાતની ફોરેન પોસ્ટ ઓફિસમાં ઝડપાયું છે, જે રાજ્યમાં આવતા-જતાં આંતરરાષ્ટ્રીય શિપમેન્ટને સંભાળે છે. સુરક્ષા એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે.
લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવી આ વસ્તુ
રિપોર્ટ પ્રમાણે આ પાર્સલ કથિત રીતે વંદના ગોર નામથી મોકલવામાં આવ્યું હતું, જેનું સરનામું ઓસ્ટ્રેલિયામાં હતું. પરંતુ તપાસમાં આ સરનામું નકલી જોવા મળ્યું છે. પાર્સલમાં એક ટુવાલ અને એક પાવરફુલ ટ્રિમર રાખવામાં આવ્યું હતું. આ વસ્તુ માટે વિદેશથી પાર્સલ મોકલવાને કારણે અધિકારીઓની શંકા વધુ ઘેરી બની છે. સુરક્ષા એજન્સીઓને તે વાતની શંકા છે કે આ પાર્સલ ટેસ્ટ તરીકે મોકલવામાં આવ્યું હોય જેથી તે જાણી શકાય કે જેલમાં બિશ્નોઈ સુધી કોઈ ડિલિવરી પહોંચાડવામાં કોઈ સમસ્યા તો નથીને.
આ પણ વાંચોઃ 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના, ચોમાસા અંગે અંબાલાલે આપી મોટી જાણકારી
કુરિયર માટે ચુકવ્યા 7000 રૂપિયા
આ કુરિયર માટે આંતરરાષ્ટ્રીય પોસ્ટલ ચાર્જ તરીકે લગભગ 7000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે આવી વસ્તુઓની સામાન્ય રકમ કરતા ઘણી વધારે છે. આ કારણે, અધિકારીઓને શંકા છે કે આ પાછળ કોઈ મોટો હેતુ હોઈ શકે છે. આ પહેલી વાર નથી જ્યારે આવી વસ્તુઓ જેલમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. અગાઉ પણ ઘણા રાજ્યોમાંથી આવી ઘટનાઓ નોંધાઈ છે.
લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલો હિસ્ટ્રીશીટર ઝડપાયોો
દરમિયાન, મહારાષ્ટ્રના યવતમાળમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને બિન્ની ગુર્જર ગેંગ સાથે જોડાયેલા એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા બે વર્ષથી યવતમાળના જામ્બ રોડ વિસ્તારમાં છુપાયેલો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક હત્યા કેસમાં નામ આવ્યા બાદ તે 2023 થી ફરાર હતો. તેના પર 25,000 રૂપિયાનું ઇનામ હતું. તેને પંજાબમાં ખંડણીના કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. પંજાબ અને રાજસ્થાનમાં તેની સામે 16 કેસ નોંધાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે