Home> Central Gujarat
Advertisement
Prev
Next

બેશરમ બન્યો જૈન ધર્મશાળાનો કર્મચારી, મહિલાનો ન્હાતો વીડિયો ઉતાર્યો...

Vadodara News : વડોદરાની જૈન ધર્મશાળાના કર્મચારીનું શરમજનક કૃત્ય..... મધ્યપ્રદેશથી પિતાની સારવાર માટે આવેલી મહિલાનો સ્નાન કરતો ઉતાર્યો વીડિયો..... ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો....
 

બેશરમ બન્યો જૈન ધર્મશાળાનો કર્મચારી, મહિલાનો ન્હાતો વીડિયો ઉતાર્યો...

રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાની જૈન ધર્મશાળા એક શરમજનક ઘટના બની હતી. ધર્મ શાળામા કામ કરતા એક કર્મચારીએ બહારથી આવેલી મહિલાનો સ્નાન કરતો વીડિયો ઉતાર્યો હતો. આ મહિલા મધ્યપ્રદેશથી પોતાના પિતાની સારવાર માટે વડોદરા આવી હતી, અને જૈન ધર્મશાળામા રોકાઈ હતી. ત્યારે આ ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. ધર્મશાળામાં કામ કરનાર કર્મચારીની અટકાયત કરાઈ હતી. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુનસાર, વડોદરાના ઘડિયાળી પોળમાં આવેલી વિજય વલ્લભ ધર્મશાળામાં આ ઘટના બની હતી. એક મહિલા મધ્યપ્રદેશથી પિતાની સારવાર માટે વડોદરા આવી હતી, અને આ ધર્મશાળામાં રોકાઈ હતી. ત્યારે મહિલાએ ફરિયાદ કરી કે, તે ન્હાઈ રહી હતી ત્યારે કોઈએ તેનો ન્હાતો વીડિયો ઉતાર્યો હતો. આ બાદ મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી.

આ પણ વાંચો : 

તહેસનહેસ થયેલું ધોળાવીરા ગુજરાતનું ગૌરવ, તેના રહસ્યમયી અભિલેખનો રાઝ હજી ખૂલ્યો નથી

ગુજરાતના છોટા કાશીનું શિવમંદિર છે અદભૂત, જ્યાં આવેલા છે 1001 શિવલિંગ

ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા ધર્મશાળાનો કર્મચારીએ જ મહિલાનો વીડિયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે જૈન ધર્મશાળામાં કામ કરતા કર્મચારીની ધરપકડ કરી હતી. વાડી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જૈન ધર્મશાળામાં કામ કરતા કર્મચારી વિશાલ મહેતાની ધરપકડ કરાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો : 

રાજકોટમાં રખડતો આતંક : ગાયે હુમલો કરીને વૃદ્ધને લોહીલુહાણ કરી નાંખ્યા, Video

પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પત્નીની ક્રુરતા : ગુજરાતની ફેમિલી કોર્ટનો ચુકાદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More