Gujarat News: સુરતમાં છ જેટલા અશ્વનો રિપોર્ટ ગ્લેન્ડર રોગથી પોઝિટિવ આવતા જ તંત્રમાં હડકંપ મચી ગયો. ગ્લેન્ડર રોગનો ચેમ મનુષ્યમાં ન ફ ફેલાય તે માટે તેનો ભોગ બનેલા 6 અશ્વોને ઈન્જેક્શન આપીને દયામૃત્યુ આપવામાં આવ્યા અને તમામ છ અશ્વની દફનવિધિ પણ કરી દેવામાં આવી. અશ્વના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ પણ લેવાની તજવીજ થઈ રહી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારના પાંચ કિલોમીટરના ઘેરામાં ઘોડા, ખચ્ચર, ગધેડાની હેરાફેરી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વલસાડમાં તપાસ
સુરતમાં ઘોડાઓમાં ગ્લેન્ડર જેવા ચેપી રોગને પગલે પશુ ચિકિત્સકોની ટીમ પણ રાજ્યભરમાં દોડતી થઈ ગઈ છે. જેને પગલે વલસાડ જિલ્લામાં 305થી વધુ ઘોડાઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. અત્રે જણાવવાનું કે વલસાડ જિલ્લામા પોલીસ તંત્ર પાસે 18 જેટલા ઘોડાઓ છે. જો કે રાહતની વાત એ રહી કે પશુ ચિકિત્સક અધિકારીની તપાસમાં એક પણ ઘોડામાં ગ્લેન્ડર રોગના સામાન્ય લક્ષણો જોવા મળ્યા નહીં.
સુરત ખાતે છ જેટલા ઘોડાઓ આ રોગનો ભોગ બન્યા. આ ઘટના બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘોડા પાલકોના ત્યાં ઘોડાઓની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં 300થી વધુ ઘોડાઓની તપાસ કરાઈ. તમામ ઘોડા તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. એક પણ ઘોડામાં ગ્લેન્ડર નામનો રોગ ન ફેલાયો હોવાનું પશુ ચિકિત્સક અધિકારીનું કહેવું છે.
પાર્ટી ગઈ છતાં ઉદ્ધવ ઠાકરે માટે હજું બધુ ખતમ થયું નથી! બચ્યા છે આ વિકલ્પ
2024 ચૂંટણી અંગે થયેલા સર્વેથી મોદી-શાહની ચિંતા વધી, 3 રાજ્યમાં પડી શકે છે મોટો ફટકો
16 વર્ષ બાદ પણ 19 મૃતકોની હજુ નથી થઈ શકી ઓળખ? આખરે કોણ હતા...યક્ષ પ્રશ્ન
આ જિલ્લામાં સૌથી વધુ ઘોડા પોલીસ વિભાગ પાસ છે જે 18 ઘોડા ધરાવે છે. સમયાંતરે પશુ ચિકિત્સક ટીમ દ્વારા તેમની કાળજી અને તપાસ કરાય છે. તેમના કહેવા પ્રમાણે જિલ્લામાં ઘોડા પાલકને ત્યાં દર 15 દિવસે પશુ ચિકિત્સક ટીમ દ્વારા પ્રાથમિક તપાસ થાય છે. કોઈ પણ સામાન્ય બીમારી જણાશે તો તરત સારવાર અપાશે. જરૂરી રસીકરણ અને સારવાર સામાન્ય લક્ષણ વખતે જ આપી દેવામાં આવે છે જેથી કરીને તેઓ અન્ય ચેપી રોગનો ભોગ પણ ન બને.
કલેક્ટરે આપ્યો હતો આદેશ
અત્રે જણાવવાનું કે સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 6 ઘોડાઓમાં ગ્લેન્ડરના લક્ષણો જોવા મળતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્ટ કરીને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે અશ્વોના આ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. ગ્લેન્ડર રોગ એ માનવજાત માટે ખુબ જીવલેણ હોય છે. આથી જિલ્લા કલેક્ટરે આ રોગથી પીડાતા 6 અશ્વોના દયામૃત્યુનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે