Rathyatra 2025 : આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર નીકળવાની છે. શહેરના પૂર્વ વિસ્તારના અનેક રસ્તાઓ પરથી રથયાત્રા પસાર થશે. ત્યારે રથયાત્રાને લઈને આવતીકાલે 27 જુન, બુધવારના રોજ બીઆરટીએસના કેટલાક રુટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની મુસાફરોએ ખાસ નોંધ લેવી. કેટલાક રુટ બંધ રહેશે, કેટલાક રુટમાં ફેરફાર કરાયા છે. તો કેટલાય રુટ નિયમિત ચાલુ રહેશે.
રથયાત્રા નિમિત્તે બી.આર.ટી.એસ. રૂટોમાં ફેરફાર બાબત
તા.૨૭/૦૬/૨૦૨૫, શુક્રવારના રોજ અમદાવાદ શહેરમાં જમાલપુર થી નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે એક દિવસ પૂરતું બી.આર.ટી.એસ.ના રૂટોમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવનાર છે જેની સર્વે પેસેન્જરોએ નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે.
નીચે મુજબના રૂટો બંધ કરવાના રહેશે
આર.ટી.ઓ. સરક્યુલર (રૂટ નં. ૧૦૧)
આવાસ યોજનામાં રહેતા નાગરિકોના હિતમાં સરકારનો નિર્ણય, હવે નહિ વસૂલી શકાય વધુ ટેક્સ
નીચે મુજબના રૂટોમાં આંશિક રીતે ફેરફાર રહેશે.
૧. એસ.પી રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ (રૂટ નં. ૦૨) ના બદલે ઇસ્કોન ક્રોસ રોડ થી લો ગાર્ડન.
૩. મણિનગર થી ગોતા વસંતનગર ટાઉનશીપ (રૂટ નં. ૦૯) ના બદલે ગોતા વસંતનગર ટાઉનશીપ થી એલ.ડી. કોલેજ.
૨. ભાડજ સર્કલ થી નરોડા ગામ (રૂટ નં. ૦૮) ના બદલે ભાડજ સર્કલ થી સરકારી લીથો પ્રેસ (કેબિન).
૪. ઓઢવ એસ.પી. રીંગ રોડ થી એલ.ડી. એન્જી. કોલેજ (રૂટ નં. ૧૧) ના બદલે ઓઢવ એસ.પી. રીંગ રોડ થી આસ્ટોડીયા દરવાજા.
નીચેના રૂટો રાબેતા મુજબ ચાલુ રહેશે.
૧. મણિનગર થી ઘુમા ગામ (રૂટ નં. ૦૧)
૭. આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની (રૂટ નં. ૧૨)
૨. આર.ટી.ઓ. સર્કલ થી મણિનગર (રૂટ નં. ૦૩)
૮. સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા (રૂટ નં. ૧૪)
૩. એલ. ડી. એન્જી કોલેજ થી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ (રૂટ નં. ૦૪)
૯. ઇસ્કોન ક્રોસ રોડ થી આર.ટી.ઓ. સર્કલ/ એરપોર્ટ (રૂટ નં. ૧૫)
૪. વાસણા થી હંસપુરા રીંગ રોડ (રૂટ નં. ૦૫)
૧૦. સાણંદ સર્કલ થી નહેરુનગર (રૂટ નં. ૧૬)
૫. નારોલ થી નરોડા એસ.ટી. વર્કશોપ (રૂટ નં. ૦૬)
૧૧. સાઉથ બોપલ ટર્મિનસ થી નહેરુનગર (રૂટ નં. ૧૭)
૬. નારોલ થી સારંગપુર દરવાજા અને
ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન (રૂટ નં. ૦૭)
આ તો સાક્ષાત ચમત્કાર થઈ ગયો! વીજળીએ આખું થાળું ફાડી નાંખ્યું, પણ શિવલિંગ બચી ગયું
નીચેના જણાવેલ બી.આર.ટી.એસ. સ્ટેશન/કેબીન ઉપર બસ ઓપરેશન બંધ રહેશે
દિલ્હી દરવાજા, રાયખડ ચાર રસ્તા, અશોક મિલ, પ્રેમ દરવાજા, લોકમાન્ય તિલક બાગ, નરોડા ફ્રુટ માર્કેટ, કાલુપુર ઘી બજાર, એમ.જે. લાયબ્રેરી, મેમ્કો ક્રોસ રોડ, કાલુપુર રેલ્વે સ્ટેશન, જી.સી.એસ. હોસ્પિટલ, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, આસ્ટોડીયા ચકલા, અરવિંદ મિલ, સૈજપુર ટાવર, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, જીનીંગ પ્રેસ, નરોડા એસ.ટી. વર્કશોપ કેબિન
રથયાત્રાની ભીડ પર ટેકનોલોજીથી નજર
ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાની સુરક્ષા માટે આધિનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રથયાત્રાની ભીડ પર નજર રાખવા માટે મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. 400 થી વધારે સીસીટીવી, ૧૮૪ લાઇવ સીસીટીવી અને ૨૦ થી વધારે ડ્રોનથી રથયાત્રા પર પોલીસની બાજ નજર રહેશે. તમામે તમામ સીસીટીવીના ફુટેજનું મોનીટરીંગ મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ ખાતેથી થશે. જો કોઇ જગ્યાએ વધારે ભીડ એકત્ર થાય અથવા કોઇ અસામાન્ય સ્થિતિ સર્જાય તો આ વ્હીકલથી સંદેશો પ્રસારીત થશે. સમગ્ર રથયાત્રાના રૂટ પર ભીડ અને ક્રાઉડ કંટ્રોલ કરવા માટે એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મોબાઇલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ કંટ્રોલ રૂમની ગરજ સારશે. કમિશનર કચેરી, સીએમ ઓફીસ, ડીજીપી ઓફીસ જેવું જ લાઇવ સ્ટ્રીમીગ મોબાઇલ કોમ્યુનિકેશન ઓફીસ વ્હીકલ પર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે