રેપિડોની ફૂડ ડિલીવરીમાં એન્ટ્રી
સ્વિગી અને ઝોમેટો બાદ હવે વધુ એક ફૂડ ડિલીવરી એપની માર્કેટમાં એન્ટ્રી થઈ છે. આ એપ રેપિડો છે. જોકે રેપિડો બાઈક અને ટેક્સી સર્વિસ એપ છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરે છે. હવે આ જ રેપિડોની ફૂડ ડિલીવરી સર્વિસમાં એન્ટ્રી થવા જઈ રહી છે. મેડ ઈન ઈન્ડિયા રેપિડોની આ એંટ્રીથી સ્વિગી અને ઝોમેટોને અસર થઈ શકે છે.
જુઓ કમિશન રેટ
રેપિડોએ દરેક ડિશ કે ફૂડ આઈટમના ડિલીવરી ચાર્જ પણ નક્કી કરી નાખ્યાં છે. આ મેડ ઈન ઈન્ડિયા એપના ડિલવરી રેટ અન્ય ફૂડ એપ્લિકેશનથી ઓછાં હશે. ધ્યાન દોરવા જેવી વાત તો એ છે કે રેપિડોને રેસ્ટોરંટથી મળતું કમિશન કેટલું હશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે swiggy-zomato રેસ્ટોરાંની કોઈપણ ડિશ પર 21-22 ટકા કમીશન લે છે. જ્યારે રેપિડો વિશે કહેવામાં આવે છે કે તે રેસ્ટોરાં પાસેથી ફક્ત 8-15 ટકા કમિશન લેશે. જો આવું થશે, તો આવનારા સમયમાં સ્વિગી અને ઝોમેટો માટે મુશ્કેલીઓ વધવાની છે.
રેપિડોના ડિલવરી ચાર્જ નક્કી
જો ડિલવરી ચાર્જની વાત કરીએ તો રેપિડો 400થી ઓછા રુપિયાના ઓર્ડર પર 25 રુપિયા અને 400થી વધુ રુપિયાના ઓર્ડર પર 50 રુપિયાનો ચાર્જ લેશે. આ સિવાય GST ચાર્જ પણ અલગથી લાગશે. જો 100 રુપિયા સુધીનો ઓર્ડર હશે તો ડિલવરી ચાર્જ 20 રુપિયા ઉપરાંત જીએસટી લાગશે. જો 100 રુપિયા થી વધારે અને 400 રુપિયાથી ઓછા ભાવનું બિલ થાય તો 25 રુપિયા ડિલવરી ચાર્જ અને જીએસટી લાગશે.
રેપિડો ક્યારે લોન્ચ કરશે આ સર્વિસ
રેપિડો તેની ફૂડ સર્વિસ ક્યારથી શરુ થશે તેની જાણકારી હજુ સામે આવી નથી. કહેવામાં આવે છે કે જુલાઈમાં તેને લોન્ચ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે