Panchmahal News : પંચમહાલમાં ગોઝારા અકસ્માતમાં ચૌહાણ પરિવારનો માળો વિખેરાયો છે. ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરીઓનું કમાકમાટીભર્યું મોત નિપજ્યું છે. લગ્નમાં જઈ રહેલા પિતાપુત્રીઓને અકસ્માતમાં કાળ ભરખી ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના ગોધરા વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક મોટો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 4 ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણ સગી બહેનો અને પિતાનું મોત થયું છે.
મૃતકોના નામ
લગ્નમાં જઈ રહેલા ધોધંબા તાલુકાના બોર ગામના ચૌહાણ પરિવારને અકસ્માત નડ્યો હતો. ગોધરાની તૃપ્તિ હોટેલ પાસે બાઇક ઉપર સવાર એક જ પરિવારના ૪ લોકોના મોતથી અરેરાટી સર્જાઈ હતી. ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ પિતા-પુત્રીઓનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. હાલ મૃતદેહોને ગોધરા સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં કોંગ્રેસે તોડ્યું AAP સાથે ગઠબંધન, પેટાચૂંટણી અંગે લીધો મોટો નિર્ણય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે