Toll Tax new System: આગામી દિવસોમાં જ્યારે તમે હાઈવે કે એક્સપ્રેસ વે પરથી પસાર થશો ત્યારે તમારે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે. ટોલ ટેક્સ કલેક્શનની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે બ્રેક લગાવ્યા વિના ટોલ પ્લાઝા પાર કરશો. વાસ્તવમાં, 1 મે, 2025 થી, ટોલ વસૂલાત સિસ્ટમ સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. 1 મેથી, તમારે ટોલ ટેક્સ ભરવા માટે ન તો ફાસ્ટેગની જરૂર પડશે અને ન તો તમને ટોલ પ્લાઝા પર રોકવાની ઝંઝટ રહેશે
1 મેથી નવી ટોલ ટેક્સ સિસ્ટમ
કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જલ્દી નવી ટોલ નીતિ આવવાની છે. નવી ટોલ સિસ્ટમ હેઠળ હાઈવે પર પર કારણ વગર રોકાવા અને ખોટા ચાર્જિંગથી રાહત મળશે. નવી ટોલ સિસ્ટમમાં ન તો ફાસ્ટેગ દ્વારા ચુકવણી કરવાની મુશ્કેલી થશે અને ન ટોલ પ્લાઝા પર બ્રેક લગાવવાની ઝંઝટ. દેશભરમાં નવી GPS આધારિત ટોલ સિસ્ટમની સર્વિસ શરૂ થવાની છે. તમે જેટલું અંતર કાપશો એટલો ટોલ ભરવો પડશે.
આ પણ વાંચોઃ New Tax Regime માં Home Loan Interest પર મળશે ટેક્સ છૂટ! ફોલો કરો આ 'Rule'
કઈ રીતે કામ કરશે નવી ટોલ સિસ્ટમ
નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમમાં ટોલ સીધો તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે. નવી સિસ્ટમ તકનીકી રૂપથી ન માત્ર એડવાન્સ હશે, પરંતુ સટીકતા, પારદર્શી અને સરળ હશે. વર્ષ 2016માં ફાસ્ટેગ આવ્યા બાદ ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોથી છુટકારો મળી ગયો, તેમ છતાં ઘણી જગ્યાએ જામની સમસ્યા રહે છે. ફાસ્ટેગ સ્કેનિંગમાં સમસ્યાને કારણે ટોલ બૂથ પર ગાડીઓની લાઇન લાગી જાય છે. હવે આ ઝંઝટ ખતમ થઈ જશે.
Fastag વગર કપાશે ટોલ
નવી ટોલ ટેક્સ સિસ્ટમ ફાસ્ટેગને રિપ્લેસ કરશે. GPS આધારિત સિસ્ટમથી સીધો બેંક એકાઉન્ટમાંથી ટેક્સ કપાઈ જશે. તમારી ગાડીમાં ઓન-બોર્ડ યુનિટ લગાવવામાં આવશે, જે જીપીએસની મદદથી ટ્રેક કરશે કે તમારી ગાડી હાઈવે પર કેટલી ચાલી છે. તે પ્રમાણે ટોલ ટેક્સ કપાઈ જશે. આ ટેક્સ સીધો તમારા બેંક એકાઉન્ટ કે વોલેટમાંથી કટ થશે. એટલું જ નહીં તમારે કોઈ જગ્યાએ સ્ટોપ કરવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચોઃ 1125 રૂપિયાથી તૂટી 117 પર આવી ગયો આ શેર, માલિકની કરતૂતની આ રીતે ખુલી પોલ
જેટલું અંતર-એટલા પૈસા
નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમમાં, તમે જેટલું વધુ અંતર મુસાફરી કરશો, તેટલો વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ સિસ્ટમ તબક્કાવાર લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમથી ટોલ પ્લાઝાની જરૂરિયાત ખતમ થઈ જશે. હાઈવે અને એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા કેમેરામાંથી ટોલ કાપવામાં આવશે. ટોલ પ્લાઝા પર જામથી રાહત મળશે. બધું ઓટોમેટિક હશે, તેથી ભૂલની શક્યતા ઓછી હશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.
ક્યારથી લાગૂ થશે
આ સિસ્ટમની શરૂઆત પહેલા કોમર્શિયલ વાહનો જેમ કે બસ અને ટ્રકમાં કરવામાં આવશે, ત્યારબાદ અન્ય ગાડીઓમાં લાગૂ કરવામાં આવશે. 1 મેથી નવી ટોલ સિસ્ટમ લાગૂ થવાની તૈયારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે