Home> Gujarat
Advertisement
Prev
Next

Bhavnagar Rain: લાઠીદડનો ચૌહાણ પરિવાર પૂરના પાણીમાં તણાયો, કારમાં સવાર 9 માંથી માત્ર 2 ને બચાવી લેવાયા

Botad Eco Car Rescue : બોટાદમાં ભારે વરસાદ વચ્ચે કાર તણાઈ પાણીમાં... કારસવાર 8 પૈકી 2 લોકોનો બચાવ.. 6 વ્યક્તિ હજુ લાપતા... તો અમરેલીના રાજુલામાં કાર તણાઈ જતા એક વ્યક્તિનું મોત.. 
 

Bhavnagar Rain: લાઠીદડનો ચૌહાણ પરિવાર પૂરના પાણીમાં તણાયો, કારમાં સવાર 9 માંથી માત્ર 2 ને બચાવી લેવાયા

Bhavnagar HeavyRains : ભાવનગર જિલ્લામાં પણ ધમાકેદાર વરસાદ યથાવત છે. બોટાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોટાદના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો ગામો સંપર્કવિહોણા બન્યા છે. આવામાં લાઠીદડનો ચૌહાણ પરિવાર ઈકો કાર સાથે નદીમાં તણાયો હોવાના અહેવાલ મળ્યાં છે. 

fallbacks

ગઈકાલે ચોમાસાના પ્રારંભથી ભાવનગર, અમરેલીમાં મેઘાએ રૌદ્ર રૂપ દેખાડ્યું છે. પાલીતાણા, સિહોર પાણી પાણી થયા છે. ત્યારે અનેક જગ્યાએ લોકો ફસાયાના બનાવ બન્યા છે, જેથી તેમને રેસ્ક્યૂ કરવા પડ્યા છે. ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હતી. જેમાં 6 લોકો ગુમ થયા હતા, તેમાંથી 2 નું રેસ્ક્યૂ કરાયું છે, બાકીના હજી લાપતા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલો સમય વિતી ગયો હોવાછતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

ઈકો કારમાં ૮ થી ૯ લોકો હતા જેમાથી બે લોકો બચ્યા છે બાકીના લોકો લાપતા છે 

લાપતા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.  

  • નયનાબેન યશવંતભાઇ વાવેતા, ઉં.વ.૪૫ રહે વિંછીયા
  • મંજુબેન કનુભાઇ વાવેતા, ઉં.વ.૭૨ 
  • ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, ઉં.વ.૪૮ રહે.લાઠીદડ 
  • હિતુબેન મહેશભાઈ ચૌહાણ, ઉં.વ.૨૨ રહે.લાઠીદડ
  • બાબુભાઈ તુલશીભાઈ ચૌહાણ, ઉં.વ.૭૫ ઉં.વ.૭૫ રહે.શીવરાજગઢ,ગોંડલ
  • શારદાબેન બાબુભાઈ ચૌહાણ, ઉં.વ.૭૨ રહે.શીવરાજગઢ,ગોંડલ.

જ્યારે પ્રિયંકભાઈ ચૌહાણ અને યશવંતભાઈનો બચાવ થયો છે. NDRFની ટીમ વડોદરાથી બોટાદ આવવા રવાના થઈ ગઈ છે. 

બોટાદમાં આભ ફાટ્યું, પૂર જેવા પાણીમાં ઈકો તણાઈ જતા 6 લોકો લાપતા, 2 ને બચાવી લેવાયા

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી મુખ્ય માર્ગો બંધ હાલતમાં છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક રસ્તાઓ બંધ થયા છે. ભાવનગરથી ધંધૂકા અને અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસેના કોઝવે પર પાણી ભરાઈ જતાં રસ્તાઓ પ્રભાવિત થયા છે. મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ વરસાદ વરસ્યો. આ ભારે વરસાદને કારણે પાલિતાણા અને સિહોરને જોડતાં 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલિતાણાના રંડોરાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી ગયા છે. બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડીયા, ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે. 

રાજ્યમાં આજે ધોધમાર વરસાદ વરસશે...
મહત્વનું છે કે, આજથી 19મી જૂન દરમિયાન રાજ્યભરના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે...જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે... સાથે જ આગામી 26થી લઈને 30મી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરી છે.

ભાવનગરથી વરસાદના લેટેસ્ટ અપડેટ, 14 ઈંચ વરસાદથી બોટાદ ડૂબ્યું, પાલિતાણા પણ જળબંબાકાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More