Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD માં 2223માં ઓફિસમાં AMC નું ચેકિંગ, 29 એકમો સીલ કરી દેવાયા

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફીસોને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટે અપીલ કરી છે. જો કે કેટલીક ઓફીસો નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વધારે સ્ટાફ સાથે ચાલી રહી છે તેવી ઓફીસો સીલ કરી હતી. 

AHMEDABAD માં 2223માં ઓફિસમાં AMC નું ચેકિંગ, 29 એકમો સીલ કરી દેવાયા

અમદાવાદ : શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફીસોને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટે અપીલ કરી છે. જો કે કેટલીક ઓફીસો નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વધારે સ્ટાફ સાથે ચાલી રહી છે તેવી ઓફીસો સીલ કરી હતી. 

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ 237 ઓફીસમાં કોરોના ગાઇડ લાઇનની તપાસ હાથ ધરી હતી. જેમાં સોલા વિસ્તારમાં એમ્પાયર બિઝનેસ બહમાં માઇન્ડ મેપ કન્સલ્ટિંગ ઓફીસમાં 50 ટકાથી વધારે સ્ટાફ હોવાનાં કારણે સીલ કરી દેવાયો હતો. છેલ્લા 15 દિવસમાં કોર્પોરેશન દ્વારા 2223 ઓફીસોમાં ચેકિંગ કરવામાં આવ્યાં છે. જેમાં જો સ્ટાફ વધારે હોય તો કાર્યવાહી કરતા ઓફીસો સીલ મારી દેવાઇ છે. 

મણિનગરમાં હ્યુન્ડાઇ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઇગ્નીયોલ પ્રોજેક્ટ લિમિટેડ, રતનપોળમાં જે.એમ મકવાણા જેવા એકમને 50 ટકાથી વધારે સ્ટાફ હોવાથી સીલ મારી દીધા છે. અત્યાર સુધી કોર્પોરેશન દવારા 28 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જોધપુર વિસ્તારમાં આવેલી સ્ટારબજારમાં કોર્પોરેશનની ટીમે 50 ટકાથી વધારે સ્ટાફ હોવાનાં કારણે સ્ટાર બજારને સીલ કરી દેવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More