Home> India
Advertisement
Prev
Next

Covid-19: કોંગ્રેસે કરી સ્વાસ્થ્ય મંત્રીને બરતરફ કરવાની માંગ, ચિદમ્બરમ બોલ્યા- જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કોરોનાની સ્થિતિને લઈ કેન્દ્ર સરકાર પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, લોકોને મૂર્ખ સમજનારી સરકાર વિરુદ્ધ જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ. તો કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયાએ હર્ષવર્ધનને બરતરફ કરવાની માંગ કરી છે. 

Covid-19: કોંગ્રેસે કરી સ્વાસ્થ્ય મંત્રીને બરતરફ કરવાની માંગ, ચિદમ્બરમ બોલ્યા- જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ

નવી દિલ્હીઃ કોંગ્રેસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના એક નિવેદનને લઈને બુધવારે તેમના પર નિશાન સાધ્યુ અને મંત્રીને પદ પરથી બરતરફ કરવાની માંગ કરી. પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તે પણ કહ્યુ કે, ભારતના બધા લોકોને 'મૂર્ખ સમજી રહી' સરકાર વિરુદ્ધ જનતાએ વિદ્રોહ કરી દેવો જોઈએ. તો પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે હર્ષવર્ધનને બરતરફ કરવાની માંગ કરી છે. 

fallbacks

ચિદમ્બરમે ટ્વીટ કર્યુ, 'હું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના તે નિવેદનથી આક્રોશિત છું કે ઓક્સિજન, વેક્સિન અને રેમડેસિવિરની કોઈ કમી નથી. હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તે નિવેદનથી પણ આક્રોશિત છું કે પ્રદેશમાં રસીની કોઈ કમી નથી.'

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક અન્ય ટ્વીટમાં લખ્યુ કે, શું ટીવી ચેનલો પર ચાલી રહેલ તમામ વિઝ્યુલ, અખબારોના સમાચાર ખોટા છે. શું ડોક્ટર ખોટુ બોલી રહ્યા છે, શું દર્દીના પરિવારજનો ખોટુ બોલી કરહ્યા છે? શું બધા વીડિયો અને ફોટો ખોટા છે? ચિદમ્બરમે કહ્યુ કે, જનતાએ તે સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરી દેવો જોઈએ જે તે માનીને ચાલી રહી છે કે ભારતના બધા લોકો મૂર્ખ છે.

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ ડોક્ટર હર્ષવર્ધન પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું, હોસ્પિટલમાં સારવાર મળી રહી નથી. ઓક્સિજનની કમી યથાવત છે. લોકો ત્રાહિમામ છે. સ્મશાન અને કબ્રસ્તાનોમાં જગ્યા વધીવ નથી. આ સ્થિતિ છતાં સ્વાસ્થ્ય મંત્રી કહે છે કે આ વર્ષની સ્થિતિ પાછલા વર્ષ કરતા સારી છે. તેમણે આરોપ લગાવ્યો કે, તે માનવતાનો મૂળધર્મ ભૂલી ચુક્યા છે. સત્તાના અહંકારમાં એટલા ચૂર છે કે લોકોની વેદના ભૂલી ગયા છે. 

સુપ્રિયાએ કહ્યું, હર્ષવર્ધનની અંદર નૈતિકતા નથી કે તે રાજીનામુ આપે. તેમને તત્કાલ બરતરફ કરવા જોઈએ. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મંગળવારે એક વેબિનારમાં કહ્યું હતુ કે, 2021માં દેશ પાછલા વર્ષની તુલનામાં મહામારીને હરાવવા માટે વધુ અનુભવની સાથે માનસિક અને ભૌતિક રૂપથી સારી રીતે તૈયાર છે. 

સુપ્રિયાએ ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને પણ ચિંતાજનક ગણાવી અને દાવો કર્યો કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેની સરકાર સંવેદનશીલતા દેખાડવાની જગ્યાએ લોકોને ધમકાવી રહી છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More