ગૌરવ દવે/રાજકોટ: મોરબી રોડ પરથી ફરી એકવાર બાળ મજૂરીનો મોટો પર્દાફાશ થયો છે. રાજકોટ SOG પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તબીબની જેમ ઓપરેશન ચલાવી 21 બાળકોને ગુલામી માંથી મુક્ત કરાવ્યા છે. જે માંથી 16 સગીર બાળકો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે જુઓ કેવી રીતે નિર્દોષ બાળકો પર અત્યાચાર ગુજારી બાળમજૂરી કરવા બંગાળથી રાજકોટ લાવવામાં આવ્યા હતા.
આખા દિવસના ઉકળાટ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ: આ વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ
રાજકોટ ના બેડી ચોકડી પાસે આવેલ ગોપાલ સોસાયટી માં એક બંગાળી વ્યક્તિ 21 જેટલા બાળકોને બાળમજૂરી કરાવવા માટે બંગાળથી રાજકોટ લાવ્યો હતો અને બાળકોને મારમારીને તેમને ગોંધી રાખતો હતો. પોલીસને બાતમી મળતા પોલીસે ગુરુવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા અને 21 જેટલા બાળકોને ગુલામી માંથી મુક્ત કરાવ્યા હતા. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
તેઓએ જણાવ્યું કે આ બાળ મજૂરીનો મોટો રેકેટ ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસ તપાસમાં અજીત મુલ્લા અજમત મુલ્લા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અમારે 2 તારીખથી જ માહિતી મળી હતી. એક મકાનમાં તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ ત્યારે બાળકો ત્યાં હાજર ન હતા. ત્યારબાદ મોરબી રોડ બેડી ચોકડી નજીક સ્થળે ખસેડાયા હતાં. જ્યાં દરોડો કરતા મકાનમાં ગોંધી રાખેલા બાળકો મળી આવ્યા હતા. જે બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા છે. ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર: ગુજરાતને ચોમાસા માટે હજુ જોવી પડશે લાંબી રાહ!
રાજકોટ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી અજીત મુલ્લા અજમત મુલ્લા બાળકોને માર મારતા હતો અને તેમના માતા-પિતાની સંમતિથી દરેક બાળક માટે દર મહિને રૂ. 8000 આપતા હોવાનું બહાર આવ્યું છે. તમામ બાળકોને હાલ બાળક સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા છે અને તેમની સલામતી માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ પશ્વિમ બંગાળ પોલીસને પણ કરવામાં આવી છે અને ત્યાં પણ ગુનો દાખલ કરાયો છે.
ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ તૃણમુલ કોંગ્રેસનું ૪ જૂનનું ટ્વીટ અંગે જણાવ્યું હતું કે, અમે ૨ તારીખથી આ બાળકોની શોધમાં હતા. એક મકાનમાં તપાસ કરી હતી પરંતુ ત્યાં હાજર ન હતા જેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે પશ્વિમ બંગળમાં પણ એક ગુનો દાખલ કરાવ્યો છે. જેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પશ્વિમ બંગાળ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે શોલે ફિલ્મ જેવો ઘાટ; પોલીસથી બચવા વોન્ટેડ આરોપી 5માં માળની છાજલી પર..
TMC દ્વારા ટ્વીટ કરવામાં આવતા પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસ પણ રાજકોટ પહોંચી હતી. જોકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બાળકોના માતા-પિતાએ જ બાળ મજૂરી માટે મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
જોકે આરોપી અજિત મુલ્લા અજમત મુલ્લા દ્વારા બાળકોને લોખંડના સળિયા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું અને 15 વર્ષના સગીરને ગુદાના ભાગે લોખંડનો સળિયા જેવો ઠોસ પદાર્થ થી ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. જેનું મેડિકલ પણ કરાવી દેવામાં આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ રેકેટમાં કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
ગુજરાત પોલીસના રીયલ કોપ હવે ‘જ્ઞાનવાપી ફાઈલ્સ’માં ભજવશે મહત્વની ભૂમિકા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે