Home> Gujarat
Advertisement
Prev
Next

આખા દિવસના ઉકળાટ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ: આ વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ

Heavy to Heavy Rains in Rajkot: કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલું છે.

આખા દિવસના ઉકળાટ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ: આ વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ

Rajkot Heavy Rains: રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.  શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

fallbacks

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળ ઉપ સાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. આ બંને સિસ્ટમના કારણે 13થી 19 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 22 જૂન સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું  બેસી જશે.

અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. અમરેલીના આગરીયા, માંડરડી સહીત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. અસહ્ય ગરમી વચ્ચે લોકોને રાહત મળી છે.

રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું 
રાજકોટ શહેરમાં અચાનક બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું.  અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થશે. આ ઉપરાંત પવનનું જોર રહેશે જેથી ચોમાસુ નજીક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More