Home> Gujarat
Advertisement
Prev
Next

Mock Drill in Ahmedabad: સાંજે 4થી રાત્રે 8.15 સુધી અમદાવાદ જિલ્લામાં આ 9 જગ્યાએ યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ

 Mock Drill 9 places in Ahmedabad:  ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે દેશના અનેક રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં પણ આ મોકડ્રીલ યોજાશે. અમદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મોકડ્રીલની વ્યવસ્થા કરવામાં આવી છે.

Mock Drill in Ahmedabad: સાંજે 4થી રાત્રે 8.15 સુધી અમદાવાદ જિલ્લામાં આ 9 જગ્યાએ યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ

અમદાવાદઃ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર કાર્યવાહી કરી છે. આ વચ્ચે દેશના નાગરિકોને જાગૃત કરવા અને તાલીમ આપવાના ઈરાદાથી આજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં કુલ 19 શહેરો/જિલ્લામાં મોકડ્રીલ યોજાવાની છે. તો અમદાવાદમાં 9 સ્થળો પર મોકડ્રીલ યોજાશે. 

fallbacks

અમદાવાદમાં આ જગ્યાએ યોજાશે મોકડ્રીલ
અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાબરમતી ખાતે આવેલ ટોરેન્ટ પાવર પ્લાન્ટ, સાણંદ જી.આઈ.ડી.સીમાં ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે 4થી 8.15 દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ 9 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અંબાલાલે કરી આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી, વાવાઝોડાની પણ સંભાવના!

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ 18 જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં 10 સ્થળોએ મોકડ્રીલ યોજાશે.

ગૃહમંત્રાલયનો આદેશ
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, દેશભરમાં 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 19 જગ્યાએ આ મોકડ્રીલની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી કટોકટીમાં નાગરિકોને સુરક્ષિત રાખવાનો છે. છેલ્લે 1971માં આવી મોકડ્રીલ યોજાઈ હતી, જે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી....ગુજરાતમાં કયા કયા સ્થળે મોકડ્રીલ યોજાવાની છે તે તમે જાણી લો...તો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, કાકરાપાર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More