Home> Health
Advertisement
Prev
Next

Kidney Stone: પથરી કાઢવાનો વર્ષો જુનો આયુર્વેદિક નુસખો, રોજ સવારે પી લેવું આ ખાસ ડ્રિંક

Home Remedy for Kidney Stone: કિડનીમાં થતી પથરીને દુર કરવા માટે આ નેચરલ રીત અપનાવી શકો છો. જો કોઈપણ વ્યક્તિ પથરીથી પરેશાન હોય તો તેણે આ ડ્રિંક પીવું જોઈએ. આ ડ્રિંક કિડનીમાંથી પથરી કાઢવામાં મદદ કરી શકે છે.
 

Kidney Stone: પથરી કાઢવાનો વર્ષો જુનો આયુર્વેદિક નુસખો, રોજ સવારે પી લેવું આ ખાસ ડ્રિંક

Home Remedy for Kidney Stone: કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા દિવસેના દિવસે વધતી જાય છે. જ્યારે યુરિનમાં રહેલા મિનરલ અને સોલ્ટ જરૂર કરતાં વધી જાય છે તો તે નાના નાના પથ્થર બનીને જામી જાય છે.  આ પથ્થર કિડની, મૂત્રાશય કે મૂત્રમાર્ગમાં જામતા હોય છે. શરીરમાં આવા પથ્થર જામી જાય તો અસહનીય દુખાવો થાય છે. જોકે સારી બાબત એ છે કે તમે આ રીતે જમેલા પથ્થરને નેચરલ વસ્તુઓની મદદથી દૂર કરી શકો છો. આજે તમને આવો જ એક આયુર્વેદિક નુસખો જણાવીએ જેની મદદથી પથરી દૂર થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: માટલામાં પાણી ભરો ત્યારે અંદર મુકી દો ચાંદીનો સિક્કો, આ પાણીથી થશે પોઝિટિવ અસરો

પથરીની સમસ્યા હોય તો નિષ્ણાંતો જવનું પાણી પીવાની સલાહ આપે છે. આ એક આયુર્વેદિક ઉપાય છે જે વર્ષોથી અપનાવવામાં આવે છે. જવ શરીરની આંતરિક સફાઈ કરે છે અને કિડનીમાં જામેલી પથરીને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. જો જવનું પાણી આ રીતે બનાવીને પીવામાં આવે તો વિષાક્ત પદાર્થ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. 

આ પણ વાંચો: લિવરને નેચરલી ડિટોક્સ કરવું હોય તો સવારે ખાલી પેટ ખાવું આ ફળ, હેલ્ધી રહેશે લિવર

પથરી માટે કેવી રીતે બનાવવું જવનું પાણી ?

પથરી દૂર કરવા માટે જવનું પાણી બનાવવા માટે બે ચમચી જવને પાણીથી સારી રીતે સાફ કરવા જેથી બધી જ ગંદકી નીકળી જાય. ત્યાર પછી જવને એક વાસણમાં ત્રણ કપ પાણી સાથે ઉકાળવા મૂકો. ધીમા તાપે 30 મિનિટ સુધી પાણી ઉકાળો અને પછી ગેસ બંધ કરો. 30 મિનિટ પછી પાણીનો રંગ બદલી જશે અને થોડું ઘટ્ટ પણ થઈ જશે. 

આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં સેફ રહેવા કરો આ કામ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી જશો

આ સ્ટેજ પર પાણીમાં લીંબુ અને સિંધવ મીઠું મિક્સ કરી ગાળી અને પી જવું. પથરી સાથે આ ડ્રિંક યુરીન ઇન્ફેક્શનમાં પણ કામ લાગે છે. જવમાંથી બનાવેલું પાણી સવારે ખાલી પેટ પી શકાય છે. જો સવારે ન પી શકો તો પણ દિવસ દરમિયાન એક કે બે ગ્લાસ પાણી પી લેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More