Surat News : સુરતની ઇલેક્ટ્રિક બીઆરટીએસમાં અસામાજિક તત્ત્વો દ્વારા મચાવવામાં આવેલા હંગામે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચાલુ બસમાં બે શખ્સોએ હંગામો મચાવ્યો અને રોકવામાં આવતાં દાદાગીરી દાખવી. આ ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વીડિયો કયા વિસ્તારનો છે તપાસ શરૂ
સુરતની ઇલેક્ટ્રિક બીઆરટીએસમાં અસામાજિક તત્ત્વોએ હંગામો મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બે શખ્સો ચાલુ બસમાં મુસાફરો સાથે ઝઘડો કરતા અને દાદાગીરી દાખવતા જોવા મળે છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ વીડિયો કયા વિસ્તારનો છે તેની શોધખોળ આરંભી છે. જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા વાયરલ વીડિયોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સોમનાથ મરાઠેનું કહેવું છે કે, આવી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતની અડધી વસ્તીને સીધો ફાયદો થાય તેવા 2 એક્સપ્રેસ વેની સરકારની જાહેરાત
બસમાં અસામાજિક તત્વો હંગામો કરે છે
ઝી 24 કલાકે બીઆરટીએસમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી. મુસાફરોનું કહેવું છે કે, બસમાં ભીડ વધુ હોય ત્યારે અસામાજિક તત્ત્વો હંગામો મચાવે છે. ઘણી વખત પાકીટમારી અને મોબાઇલ ચોરીની ઘટનાઓ પણ બને છે. મહિલાઓ અને યુવતીઓએ માંગ કરી છે કે, બસમાં સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે, જેથી મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. આ ઘટનાએ જાહેર પરિવહનમાં સુરક્ષાના અભાવને ઉજાગર કર્યો છે, જેના કારણે તંત્રની બેદરકારી પર પણ સવાલો ઉભા થયા છે.
ક્યારે પગલા લેવાશે
સુરતની બીઆરટીએસમાં બનેલી આ ઘટના એક ચેતવણી છે કે, જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. મહિલાઓ અને યુવતીઓની માંગ પ્રમાણે સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા અને કડક પોલીસ પેટ્રોલિંગથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય છે. પ્રશ્ન એ છે કે, તંત્ર આ ઘટનામાંથી શીખ લઈ ક્યારે જાગશે? દોષિતો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ માત્ર કાગળ પરની વાત રહેશે? એ જોવું રહ્યું.
શિસ્તબદ્ધ પાર્ટીના આખાબોલા નેતાએ લેટર બોમ્બ ફોડ્યો, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે