Home> World
Advertisement
Prev
Next

બ્રા નહીં તો પરીક્ષા પણ નહીં...વિચિત્ર નિયમ લાગૂ, Video વાયરલ થતા ભારે હંગામો મચ્યો, જાણો શું છે મામલો

આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ બ્રા પહેરી છે કે નહીં તેની તપાસ કરવાનો મામલો સામે આવ્યો છે જેનાથી મોટો વિવાદ ઊભો થયો છે. પરીક્ષામાં બેસતા પહેલા વિદ્યાર્થીનીઓની શારીરિક તપાસ કરવામાં આવતા ભારે હંગામો મચ્યો છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. 

બ્રા નહીં તો પરીક્ષા પણ નહીં...વિચિત્ર નિયમ લાગૂ, Video વાયરલ થતા ભારે હંગામો મચ્યો, જાણો શું છે મામલો

આફ્રિકાના મુસ્લિમ દેશની યુનિવર્સિટીએ વિદ્યાર્થીનીઓ માટે અજીબ નિયમ બનાવતા હંગામો મચી ગયો છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતા પહેલા એવી તપાસ થઈ રહી છે કે તેમણે બ્રા પહેરી છે કે નહીં. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આ યુનિવર્સિટીએ હવે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ કથિત રીતેઆ ઘટના નાઈજીરિયાના દક્ષિણ પશ્ચિમી રાજ્ય ઓગુનમાં ઓલાબિસી ઓનબાન્ઝો યુનિવર્સિટીનો છે. વીડિયોમાં મહિલા કર્મચારીઓ વિદ્યાર્થીનીઓની શારીરિક તપાસ કરતી જોવા મળે છે. 

fallbacks

પરીક્ષા હોલ બહાર  શારીરિક તપાસ
રિપોર્ટ મુજબ જ્યારે વિદ્યાર્થીનીઓ પરીક્ષા હોલ બહાર લાઈનમાં ઊભી હતી ત્યારે તેમની આ કથિત તપાસ કરવામાં આવી. યુનિવર્સિટીએ હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત નિવેદન બહાર પાડ્યુ નથી. પરંતુ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો ચે. તેમાં અનેક લોકોએ આ આક્રમક અને અપમાનજનક નિયમ પર ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. 

ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમં ઓલાબિસી યુનિવર્સિટીની મહિલા કર્મચારી પરીક્ષા હોલમાં પ્રવેશ કરતા પહેલા શારીરિક તપાસ કરતી જોવા મળે છે કે વિદ્યાર્થીનીઓએ બ્રા પહેરી છે કે નહીં. રિપોર્ટમાં કહેવાયું છે કે આવું કથિત રીતે યુનિવર્સિટીના ડ્રેસ કોડને લાગૂ કરવા માટે કરાયું હતું. 

કેટલાકે સમર્થન પણ આપ્યું
અનેક લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થી યુનિયનના નેતા મુઈજ ઓલાનરેવાજૂ ઓલાટુનજી પણ છે. તેમણે નીતિનો બચાવ કરતા કહ્યું કે આ એક ડ્રેસ કોડ નીતિ છે. જેનો હેતુ એક સન્માનજનક વાતાવરણ જાળવી રાખવાનું છે. જે સ્ટુડન્ટ્સને સંસ્થાના મૂલ્યો અનુસાર અને શાલીનતાથી કપડાં પહેરવા માટે પ્રોત્સાહિત કરે છે. 

યુનિવર્સિટીની વિચિત્ર ગાઈડલાઈન
ઓલાટુનજીએ યુનિવર્સિટીના અધિકૃત દિશા નિર્દેશોના કેટલાક અંશ બીબીસી સાથે શેર પણ કર્યા. જેમાં એવા કપડાંને અમર્યાદિત કહેવાયા જે 'વિદ્યાર્થીનીઓના હિપ્સ, નિપ્પલ અને નાભિ જેવા સંવેદનશીલ અંગોને દેખાડે છે, કે પછી એવું કઈ પણ જે સમાન કે વિપરિત લિંગના લોકોને વિદ્યાર્થીની પ્રત્યે વાસના માટે પ્રેરિત કરી શકે છે.' અત્રે જણાવવાનું કે નાઈજીરિયા એક દેશ તરીકે ખુબ રૂઢિવાદી ગણાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More