ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી પર ACB એ ટ્રેપ કરી છે. ACBએ છટકુ ગોઠવતા આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતા ઝડપાયા છે. આસિસ્ટન્ટ કમિશનરે 8 લાખની લાંચ માંગતા ACBમાં ફરિયાદ દાખલ થઇ હતી. આસિસ્ટન્ટ કમિશનર સુરેશચંદ્ર મીના સહિત 4 લોકોની ACB એ ધરપકડ કરી છે.
આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓની પણ ઘરપકડ કરવમાં આવી છે. જેમાં સુનિલ પટણી નામનો વ્યક્તિ જે પણ આવક વેરા વિભાગમાં છે. સુમિત શ્યામસુંદર સિંઘાનિયા સી.એ આ એક ખાનગી વ્યક્તિછે જેની પત્ની નમિતાબેન સુમિત સિંઘાનીયા પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે.
આવકવેરામાં એસેસમેન્ટ ન કરવા માટે લાંચ લેવાના કેસમાં ITના આસિસ્ટન્ટ કમિશનર સહિત 3ને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતા. લાંચ પ્રકરણમાં એક વ્યક્તિ ફરાર છે. 8 લાખની લાંચ લેવામાં મદદગારી કરનાર પતિ-પત્ની સહિતના સામે ગુનો નોંધાયો હતો.
વધુ વાંચો...પેપરલિક કાંડના 2 આરોપીઓ પહોંચ્યા GPSCની પરીક્ષા આપવા, લોકોના ટોળા જામ્યા
કયા કયા આરોપી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે