Home> Gujarat
Advertisement
Prev
Next

ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો, ફિલ્ડમાં ઉતરો નહીંતર...સેક્રેટરીઓ પર CM ગુસ્સે થયા!

Bhupendra Patel: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો સરકારે આદેશ કર્યો છે તેમ છતાં અનેક બિસ્માર પુલ પર વાહનવ્યવહાર ચાલી રહ્યો હતો. જોકે રાજ્યમાં 133 પુલ જર્જરિત હાલતમાં હોય તે અંગેના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. જો કે ત્યાર બાદ તંત્રની આંખ ઉઘડી છે અને હવે નવો બ્રિજ બને નહીં ત્યાં સુધી આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો, ફિલ્ડમાં ઉતરો નહીંતર...સેક્રેટરીઓ પર CM ગુસ્સે થયા!

ગંભીરા બિજ દુર્ઘટનાને પગલે હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે. એક પછી એક અહેવાલો રજૂ કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ સેક્રેટરી પંકજ જોષીથી શરૂ કરીને કેબિનેટમાં હાજર સેક્રેટરીઓ સામે ગુસ્સે થયા હતા. ગાંધીનગર ખાતે બુધવારે મળેલી બેઠકમાં મુખ્યમંત્રીએ માર્ગ- મકાન, પંચાયત, શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીઓની જબરજસ્ત ઝટકણી કાઢ્યાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. 

fallbacks

જે વિસ્તારોમાં ઈયળો પડી છે ત્યાં વરસાદ ઓછો પડશે! પણ આ જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ

ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં સેક્રેટરીઓને ઝાટકતા જણાવ્યું હતું કે  'આ એક જ પુલ (ગંભીરા- મુંજપુર) તૂટ્યા પછી તમને ખબર પડી કે 133 પુલ જર્જરિત છે ? તે પહેલાં તમે સૌએ શું કર્યું?' તેમ કહીને જવાબ માંગ્યો હતો. જોકે, સેક્રેટરીઓ વતી ચીફ સેક્રેટરી બચાવમાં કંઈ કહે તે પહેલા જ મુખ્યમંત્રીએ ફરીથી તમારા અધિકારીઓ, ઈજનેરોને ઓફિસમાં બેસીને જ રિપોર્ટિંગ કરવું છે. તે હું નહિ ચલાવી લઉં. સરકાર બેઠા બેઠા જ રિપોર્ટિંગ કરવાનો પગાર નથી આપતી. આટલામાં સમજી જાઓ, ફિલ્ડમાં જાઓ અને સચોટ નિરીક્ષણ- સુપરવિઝન વધારો નહીંતર એક્શન લેવામાં કોઈની દરકાર રાખવામાં આવશે નહીં તેમ કહેતા સોંપો પડી ગયાની ચર્ચા સચિવાલયમાં રહી છે.

WSJના રિપોર્ટમાં તપાસમાં જોવા મળ્યો નવો વળાંક, તો શું આ કારણે ગયા 260 લોકોના જીવ?

ઋષિકેશ પટેલની કબૂલાત, ચૂકના કારણે ગંભીરા બ્રિજ અકસ્માત થયો!
ગંભીરા બ્રિજની દુર્ઘટના કેમ બની? આ સંદર્ભેના એક સવાલના જવાબમાં રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કબૂલાત કરી હતી કે ચૂકના કારણે આ અકસ્માત થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More