Home> Gujarat
Advertisement
Prev
Next

વિકાસ વચ્ચે વાસ્તવિકતા! અમદાવાદમાં ફલેટ-મકાનો વેચાઈ રહ્યાં નથી, 89 ટકા ઈન્વેન્ટરીને ના મળ્યા ગ્રાહકો!

Guj Realty Mkt Struggles, 89% of Inventory Unsold: ગુજરાતનો વિકાસ અને ગુજરાતની પ્રગતિની આપણે વાત કરી રહ્યાં છે પણ રેરાના એક રિપોર્ટે ચિત્ર બદલી નાખ્યું છે. રિયલ એસ્ટેટ માર્કેટ ૨૦૨૪-૨૫માં કોવિડ પહેલાંના સ્તરે પહોંચે તો પણ નવાઈ નહીં. પ્રોજેક્ટ પૂર્ણ થવાનો દર વાર્ષિક ધોરણે ઘટી ગયો છે, જ્યારે ૮૯% ઇન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે. આજ સ્થિતિ રહી તો માર્કેટને ભયંકર અસર પડશે. 

વિકાસ વચ્ચે વાસ્તવિકતા! અમદાવાદમાં ફલેટ-મકાનો વેચાઈ રહ્યાં નથી, 89 ટકા ઈન્વેન્ટરીને ના મળ્યા ગ્રાહકો!

Ahmedabad Property Market Investment: અમદાવાદ, વડોદરા અને સુરતનો વિકાસ આભને આંબી રહ્યો છે. અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારીઓ વચ્ચે ગગનચૂંબી ઈમારતો બની રહી છે પણ ગુજરાત રેરાનો તાજેતરનો એક રિપોર્ટ ભયાનક ચિત્ર રજૂ કરી રહ્યો છે. હાલમાં મજૂરોની અછત અને વધતા જતા મટીરિયલ ખર્ચ વચ્ચે અમદાવાદમાં ફ્લેટ અને મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે. 

fallbacks

કયા મોંઢે માગશો મત! મોટી વાતો કરતા ગુજરાતના સાંસદોની ખૂલી પોલ, કંજૂસાઈનો આ અહેવાલ

જો આ જ સ્થિતિ રહી તો ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટને અસર પડી શકે તેમ છે.  ૨૦૧૭-૧૮ માં ૧,૯૮૧ પ્રોજેક્ટ્સની સરખામણીમાં  હાલમાં માત્ર ૩૬ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે, જે સાત વર્ષમાં સૌથી તળિયે છે. ગ્રાહકો હવે રેડી ટુ મૂવ પ્રોજેક્ટમાં જ રસ દાખવી રહ્યાં છે. જેને પગલે નવા લોન્ચ થઈ રહેલા પ્રોજેક્ટ પર સીધી અસર પડે તો પણ નવાઈ નહીં....

૨૦૧૭-૧૮ માં પ્રોજેક્ટ પૂરો થવાનો દર ૯૦% હતો, તે ૨૦૧૮-૧૯ માં ૮૨% અને ૨૦૧૯-૨૦ માં ૮૦% થઈ ગયો હતો. ૨૦૨૦-૨૧માં ૭૪% અને ૨૦૨૧-૨૨માં ૫૬% ની સાથે ઘટાડો ચાલુ રહ્યો. ૨૦૨૨-૨૩માં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી હવે નવા વર્ષે એનાથી પણ ખરાબ સ્થિતિ છે. પ્રોજેક્ટ લોન્ચ તો થઈ રહ્યાં છે પણ પૂર્ણ થવાનો રેશિયો ઘટી રહ્યો છે. 

ઓફિસમાં બેસી રિપોર્ટિંગનો પગાર નથી મળતો, ફિલ્ડમાં ઉતરો...સેક્રેટરીઓ પર CM ગુસ્સે થયા

પ્રોજેક્ટની સંખ્યા ઘટી ગઈ
રેરા ઓથોરિટીમાં નોંધાયેલા પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ૨૦૧૭-૧૮માં ૧,૯૮૧ પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા. ૨૦૧૮-૧૯માં તે થોડા સમય માટે વધીને ૨,૪૦૯ થઈ ગયા હતા. ૨૦૧૯-૨૦માં ઘટીને ૧,૩૮૦ અને ૨૦૨૦-૨૧માં ૯૮૩, ૨૦૨૧-૨૨માં ૯૪૬, ૨૦૨૨-૨૩માં ૪૯૯ અને ૨૦૨૩-૨૪માં ફક્ત ૧૬૬ પ્રોજેક્ટ પૂર્ણ થયા હોવાના અહેવાલો છે.  

ઇન્વેન્ટરી કટોકટી વધુ વણસી
૨૦૨૪-૨૫માં ૮૯% ઇન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે.  ૨૦૧૭-૧૮ માં, ૩.૨૩ લાખ રજિસ્ટર્ડ યુનિટમાંથી ૨.૨૯ લાખ (૭૦%) થી વધુ વેચાઈ ગયા હતા, જેના કારણે લગભગ ૯૪,૦૦૦ યુનિટ (૩૦%) ખરીદદારો વિના પડ્યા રહ્યાં હતા. હવે પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ છે. ૨૦૨૪-૨૫ માં આશરે ૧.૯૯ લાખ યુનિટમાંથી ફક્ત ૨૨,૦૦૦  ઈન્વેન્ટરી વેચાઈ છે., જ્યારે લગભગ ૧.૭૭ લાખ યુનિટ (૮૯%) વેચાયા વગર પડી રહ્યાં છે. 

જે વિસ્તારોમાં ઈયળો પડી છે ત્યાં વરસાદ ઓછો પડશે! પણ આ જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ

જોકે, હાલમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં બૂમ તેજી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ભવ્ય બિલ્ડીંગો બની રહી છે. સરકાર આ મામલે જબરદસ્ત પ્રોત્સાહનો જાહેર કરી રહી છે પણ આ એક વાસ્તવિકતા છે.  વધતી જતી મોંઘવારી, આવકમાં ઘટાડો કે સ્થિરતા અને રો મટિરિયલ્સની કિંમતોમાં વધારો પણ આ માટે જવાબદાર છે. વિશ્વ બજારમાં યુદ્ધનો માહોલ, ઈકોનોમીમાં અનિશ્વિતતા હોવાથી લોકો નવી લોન લેવામાં પણ ડરી રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More