હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણી માટે બપોરે દોઢ વાગ્યા સુધી 70 ટકા જેટલું વોટિંગ થઈ ગયુ છે. આવામાં ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કરી લીધું હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કરીને મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેઓએ કહ્યું કે, ભાજપના તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. ભાજપના ત્રણે ઉમેદવાર વિજયી બનશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સફળ કામગીરી કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા અમારા ત્રણેય ઉમેદવાર સાથ સહકાર આપશે.
બીટીપીના મતદાન અંગે તેમણે કહ્યું કે, છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા અવશ્ય મતદાન કરવા આવશે. ભાજપને આદિવાસી સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે. ભાજપે આદિવાસી બેનને ટિકીટ આપી છે. ભવિષ્યમાં પણ દરેક સમાજને સાથે લઈને ભાજપ કામગીરી કરશે. પેસા એક્ટ નો અમલ મારી સરકારે કર્યો છે. વન બંધુ કલ્યાણ માટેની કામગીરી અમારી સરકાર વર્ષોથી કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણી વિજેતા બનશે. ભાજપના ધારાસભ્યો માટે ક્યાંય પણ કેમ્પ કરવાની જરૂર પડી નથી. કોંગ્રેસને તકલીફ હતી. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ કે ભરોસો નથી. કોંગ્રેસ હવાતિયાં મારે છે. માતરના ધારાસભ્યોને ઓચિંતું ઓપરેશન કરાવવું પડ્યું એટલે મેં સહાયતાની જરૂર હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે