Home> India
Advertisement
Prev
Next

યુપી STFએ કર્મચારીઓને આપ્યો આદેશ, 'ફોનમાંથી આ 52 ચાઈનીઝ એપ તાબડતોબ હટાવો'

ઉત્તર પ્રદેશ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF)એ પોતાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને મોબાઈલમાંથી ચાઈનીઝ એપ હટાવવાના નિર્દેશ આપ્યા છે. એસટીએફએ આ માટે એક ઈન્ટરનેશનલ લેટર બહાર પાડ્યો છે. આદેશ મુજબ કર્મચારીઓને તાબડતોબ તમામ 52 એપ જલદી અનઈન્સ્ટોલ કરવાનું કહેવાયું છે. આ એપ્સને અનઈનસ્ટોલ કરવા પાછળ ડેટાચોરી કારણ અપાયું છે. 

યુપી STFએ કર્મચારીઓને આપ્યો આદેશ, 'ફોનમાંથી આ 52 ચાઈનીઝ એપ તાબડતોબ હટાવો'

નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF)એ પોતાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને મોબાઈલમાંથી ચાઈનીઝ એપ હટાવવાના નિર્દેશ આપ્યા છે. એસટીએફએ આ માટે એક ઈન્ટરનેશનલ લેટર બહાર પાડ્યો છે. આદેશ મુજબ કર્મચારીઓને તાબડતોબ તમામ 52 એપ જલદી અનઈન્સ્ટોલ કરવાનું કહેવાયું છે. આ એપ્સને અનઈનસ્ટોલ કરવા પાછળ ડેટાચોરી કારણ અપાયું છે. 

fallbacks

fallbacks

આદેશમાં કહેવાયું છે કે, "એસટીએફ, ઉત્તર પ્રદેશના તમામ અધિકારીઓ/કર્મચારીઓને આદેશ આપવામાં આવે છે કે તેઓ પોતાના અને પોતાના પરિવારજનોના મોબાઈલ ફોનમાંથી આ 52 એપ તાત્કાલિક હટાવી દે. ગૃહ મંત્રાલય દ્વારા પણ આ એપ્સનો ઉપયોગ ન કરવાની સલાહ અપાઈ છે. આ તમામ એપ્સ ચાઈનીઝ છે અને તેના દ્વારા તમારા મોબાઈલથી તમારું વ્યક્તિત્વ અને અન્ય ડેટા ચોરી થઈ શકે તેવી સંભાવના છે."

સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ સરકારને કહ્યું છે કે કાં તો ચીન સંબંધિત 52 મોબાઈલ એપ્સને બ્લોક કરી દેવામાં આવે અથવા તો લોકોને તેના ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ કરવો એ સુરક્ષિત નથી. આ એપ્સ મોટા પાયે ડેટાને ભારત બહાર મોકલી રહી છે. ભારતીયોની દરેક નાની મોટી જાણકારી આ એપ્સ દ્વારા ચીન પહોંચી રહી છે. મોટાભાગની મોબાઈલ એપ્લિકેશનમાં ડેટા સેવ કરવા માટે ચીનના સર્વરનો ઉપયોગ થાય છે. 

જુઓ LIVE TV

ભારતના લોકો માટે પણ આ જોખમ છે. આ જ સંલગ્નમાં મોબાઈલ કંપની શાઓમીના ફોનની સંરચના પર તપાસ ચાલુ છે. આ એપ્સ ભારત માટે જોખમ બની શકે છે. આજના સમયમાં ચીનનું સૌથી મોટું હથિયાર ટેક્નોલોજી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આવું જ એક લિસ્ટ સરકારને આપેલુ છે જેમાં ટિકટોક, ઝૂમ એપ, યુસી બ્રાઉઝર, ક્લિન માસ્ટર, ઝેન્ડર, શેરચેટ જેવી પોપ્યુલર એપ્સ સામેલ છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More