ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. ગુજરાત સરકાર દ્વારા આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી 1 લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે. ધીરે ધીરે જનજીવન ફરી ધબકતુ થયુ છે ત્યારે આવા વેપારીઓ ફરી બેઠા થાય તેવામાં આ યોજના તેમના માટે સપોર્ટ બની રહેશે. આવતીકાલથી ફોર્મ મળે ત્યારે લોકો શિસ્તબદ્ધ રીતે ઉભા રહે અને સહકાર આપે તેવી વિનંતી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની સતત 8 મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી અને અન્ય મંત્રીઓ સંબંધિત જિલ્લા મથકોએ કલેક્ટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠકમાં ભાગી લીધો હતો.
આ મીટિંગમાં લોકડાઉન 4મા અપાયેલી છૂટછાટ અને તેના અમલીકરણ વિશે ચર્ચા કરી હતી. તેમજ સમીક્ષા હાથ ધરી હતી. અનુરોધ છે કે, માર્કેટમાં અને દુકાનોમાં ધસારો ન કરે. નિયમોનું કડક પાલન થાય, ઓડ કે ઈવન કે અન્ય વ્યવસ્થા અથવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, ભીડભાડ ન થાય તે તમામનું કડકપણે લોકો પાલન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે