Home> India
Advertisement
Prev
Next

Cyclone Amphan: બંગાળ-ઓડિશાના દરિયા કાંઠાની નજીક અમ્ફાન, સાંજે 4 વાગ્યાથી લેન્ડફોલની શરૂઆતની શક્યતા

21 વર્ષ બાદ ભયાનક તોફાનથી તબાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન તોફાન બપોર બાદ દીઘા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. લગભગ 12.30 વાગે ભારતીય હવામાન ખાતા તરફથી મળેલી માહિતી મુજબ અમ્ફાન બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટમાં દિઘાના સાઉથ ઈસ્ટથી 95 કિમી દૂર હતું. 

Cyclone Amphan: બંગાળ-ઓડિશાના દરિયા કાંઠાની  નજીક અમ્ફાન, સાંજે 4 વાગ્યાથી લેન્ડફોલની શરૂઆતની શક્યતા

નવી દિલ્હી: 21 વર્ષ બાદ ભયાનક તોફાનથી તબાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન તોફાન બપોર બાદ દીઘા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. લગભગ 12.30 વાગે ભારતીય હવામાન ખાતા તરફથી મળેલી માહિતી મુજબ અમ્ફાન બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટમાં દિઘાના સાઉથ ઈસ્ટથી 95 કિમી દૂર હતું. 

fallbacks

IMDના જણાવ્યાં મુજબ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમ્ફાન વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જતા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટીય વિસ્તારો દીઘા અને હાતિયાને પાર કરતા 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે સુંદરવન પાસે પહોંચશે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ભુવનેશ્વરના ડિરેક્ટર એચ આર બિશ્વાસે કહ્યું કે લેન્ડફોલ 4 વાગ્યાથી શરૂ થાય તેવી આશા છે. ઓડિશા તટમાં પવનની ઝડપ 100-125 કિમી છે. બાલાસોરમાં સાંજ સુધી પૂરપાટ પવનની અસર રહેશે. 24 કલાક બાદ હવામાન ચોખ્ખુ થઈ જશે. 

ઓડિશા અને બંગાળના કાંઠાના વિસ્તારોમાં સન્નાટો પ્રસરેલો છે. કોરોના મહામારી વચ્ચે તોફાનથી તબાહીની આશંકાથી લોકો ડરેલા છે. ખુબ ઝડપથી ફૂંકાતા પવનથી લોકો દહેશતમાં છે. લોકોને સતત સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. પ્રશાસને 14 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. એનડીઆરએફની ટીમો પણ મોરચે તૈનાત છે. 

NDRFના પ્રમુખ એસ એન પ્રધાને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 20 ટીમો અને ઓડિશામાં 16 ટીમો તૈનાત કરાઈ છે. સુપર સાયક્લોન અમ્ફાન પર અમારા ઓફિસર સાથે વાત થઈ છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવન છે. બપોર બાદ તેમાં વધારો થાય તેવી શક્યતા છે. અમારી ટીમો સતત કામ કરી રહી છે.

છેલ્લે મળતી માહિતી મુજબ ઓડિશાના કાંઠાના જિલ્લાઓમાં ખુબ  પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝાડ અને વીજળી થાંભલા પડવા લાગ્યા છે. ઓડિશામાં ચંદબલીમાં 74 કિમી પ્રતિ કલાક, બાલાસોરમાં 61 કિમી પ્રતિ કલાક, અને ભૂવનેશ્વરમાં 56 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળી છે. પારાદીપમાં સૌથી વધુ 197.1 મિમી વરસાદ નોંધાયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More