Home> Gujarat
Advertisement
Prev
Next

કેન્દ્રનાં નિર્ણય બાદ 18 વર્ષથી મોટા તમામ લોકોને વેક્સિન આપવા CM વિજય રૂપાણીની સુચના

ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના અપાઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ પગલાને ખુબ જ આવકાર્ય ગણાવ્યું હતું. કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. 

કેન્દ્રનાં નિર્ણય બાદ 18 વર્ષથી મોટા તમામ લોકોને વેક્સિન આપવા CM વિજય રૂપાણીની સુચના

ગાંધીનગર : ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના અપાઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ પગલાને ખુબ જ આવકાર્ય ગણાવ્યું હતું. કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. 

fallbacks

AHMEDABAD: સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ કરાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું. 

ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે જોડાશે 150 નવી એમ્બ્યુલન્સ, તત્કાલ ડિલિવરી માટે કંપનીઓ સાથે ચર્ચા

વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More