Home> Gujarat
Advertisement
Prev
Next

ઠંડીએ બતાવ્યું આક્રમક રૂપ, તમારા શહેરનો પારો જાણીને ઉડી જશે તમારી ઠંડી

 ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના દરેક શહેરો તથા ગામડાઓમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સીઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં તાપમાન 8.5 ડિગ્રી રહ્યું હતું. જેને કારણે અમદાવાદીઓને ઠંડીનો વધુ ચમકારો અનુભવાઈ રહ્યો છે. 

ઠંડીએ બતાવ્યું આક્રમક રૂપ, તમારા શહેરનો પારો જાણીને ઉડી જશે તમારી ઠંડી

મૌલિક ધામેચા/અમદાવાદ : ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના દરેક શહેરો તથા ગામડાઓમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સીઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં તાપમાન 8.5 ડિગ્રી રહ્યું હતું. જેને કારણે અમદાવાદીઓને ઠંડીનો વધુ ચમકારો અનુભવાઈ રહ્યો છે. 

fallbacks

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો ચમકરો યથાવત છે. તો બીજી તરફ, આગામી 2 દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની સંભાવના છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત છે. જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. 6.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ત્યારે ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોધાયું છે. તો ગાંધીનગરની વાત કરીએ તો 7.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. વડોદરામાં 7.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

દેશભરમાં ઠંડીએ પોતાના આક્રમક તેવર બતાવ્યા છે. ડિસેમ્બરથી જે ઠંડીનું મોજુ શરૂ થયું છે, તે રોકાવાનું નામ નથી લઈ રહી. હિમાલયી ક્ષેત્રોમાં બરફવર્ષાને કારણે તેજ હવાઓ ચાલી રહી છે અને શીતલેહરનો પ્રકોપ હજી પણ ચાલુ છે. દિલ્હીમાં રવિવારથી આકરી ઠંડી જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખમાં પણ કાતિલ ઠંડી છે. તો મધ્ય પ્રદેશ સહિત ભોપાલના અનેક રાજ્યોમાં ઠંડી હવાઓથી લોકો ઠુઠવાઈ ગયા છે. આ વિસ્તારોમાં તો આગામી દિવસોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More