Home> India
Advertisement
Prev
Next

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બધા લોકો એક પરિવારના હતા. જે કોઇ લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે. ત્યારે અન્ય બે ગંભરી રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સોમવાર રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસસ સર્જાઇ હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે બધા મૃતકોની લાશ એમ્બ્યૂલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલ પહોંચાડી હતી, તથા 2 અન્ય ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

fallbacks

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણીનો જંગથી પહેલા મમતા બેનર્જીએ ઉડાડી રાહુલ ગાંધીની એક વિકેટ

ત્યારે પીપલીનાકા નિવાસી દીપક કાયતે ઘટનાની જાણાકારી આપતા જણાવ્યું કે, ‘હું એક બસમાં વાનની પાછળ હતો ત્યારે મેં જોયું કે ટર્નની પાસે જ સામેથી પૂરપાટ ઝડપે એક ટાટા હેક્સા કારે આવતી  મારૂતી વાનને ટક્કર મારી દીધી, જેના કારણે વાન 50 ફૂટ દૂર જઇને પડી હતી. બસ રોકી જેવો હું વાન પાસે પહોંચ્યો તો મેં જોયું કે વાનમાં સવાર કેટલાક લોકોનું મોત થઇ ગયું છે. તો કેટલાક લોકો ગંભરી ઇજાગ્રસ્ત છે. બીજા લોકોની મદદથી અમે બધા ઘાયલોને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો અને સાથે સાથે પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ જાણકારી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ’

વધુમાં વાંચો: આજે દિલ્હીમાં બીટિંગ રિટ્રીટ સેરેમની, 69 વર્ષના ઈતિહાસમાં બે વાર કેન્સલ કરાયો હતો આ સમારોહ

જણાવી દઇએ કે મૃતકોમાં સામેલ અર્જૂન કાયત ભાજપના પૂર્વ મંડળના મહામંત્રી હતા. જોકે એરબેગ ખુલી જવાથી બીજી કારમાં સવાર લોકોનો બચાવ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર વાનમાં સવાર લોકોનું જ મોત થયું છે. જ્યારે જે કાર સાથે વાન અથડાઇ હતી તેમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. મળતી જાણકારી અનુસાર આ ઘટનામાં મૃતકો એક જ પરિવાર તેમજ સંબંધીઓ છે. આ બધા લોકો ઉજ્જૈનના તિલકેશ્વર નગર કોલોની તેમજ નગર કોટના નિવાસી છે.

વધુમાં વાંચો: પ્રથમ વખત આજે કુંભમાં મળશે યૂપી કેબિનેટ, CM યોગી સંગમમાં લગાવશે ડૂબકી

મૃતકોના નામ
રાધિકા (7 વર્ષ), બુલબુ (20 વર્ષ), કુલદીપ (24 વર્ષ), રાજૂબાઇ (45 વર્ષ), રવીના (22 વર્ષ), સોનાલી (13 વર્ષ), ધર્મેંદ્ર (38 વર્ષ), સિદ્ધિ (2 વર્ષ), શુભમ (20 વર્ષ), તીજાબાઇ (55 વર્ષ) અને ચંચલ (22 વર્ષ)

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More