Air India Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ મેઘાણીનગર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ બનેલો છે, જેમણે આ ઘટના જોઈ અને સાંભળી છે તેવા અનેક લોકોમાં રાતે ઊંઘ નહિ આવતી હોવા ઉપરાંત બેચેની રહેતી હોવાની ફરિયાદો ઊઠી છે. માનસિક આરોગ્ય વિભાગની ટેલી માનસ હેલ્પલાઈન ઉપર ફોન કરનારાની સંખ્યા મોટે ભાગે ડબલ થઈ ગઈ છે.
દેશમાં ફરી મોટો ખતરો! આગામી દિવસોમાં આવશે વાવાઝોડા, 26 જૂન સુધી આ વિસ્તારોમાં એલર્ટ
સામાન્ય દિવસોમાં સરેરાશ અમદાવાદની હેલ્પ લાઈનમાં 50 કોલ્સ મળતા હતા, જેને બદલે અત્યારે 90થી 100 જેટલા કોલ આવી રહ્યા છે. ટેલી માનસ હેલ્પ લાઈન પર અત્યારે સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ ડર સંબંધિત જોવા મળી રહી છે, હેલ્પલાઈન પર મળેલી ફરિયાદો પછી મનોચિકિત્સક દ્વારા ઉપચાર અથવા પરામર્શ કરવામાં આવી છે.
આજે કોણ મારશે બાજી? કડી-વિસાવદર પેટાચૂંટણીનો ‘જજમેન્ટ ડે', જો પરિણામ બદલાશે તો શું?
વિમાન દુર્ઘટના નજરે નિહાળી છે અથવા તો આ ઘટના વિશે સાંભળ્યું છે, અથવા સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશને લગતા વીડિયો સતત જોયા છે તેવા મોટા ભાગના લોકોમાં ડર પેસી ગયો છે, સંખ્યાબંધ લોકોને રાતે ઊંઘ આવતી નથી, બેચેની રહે છે, ઘટના વિશે વારંવાર વિચાર કર્યા કરે છે અને તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં કાઉન્સેલિંગ કરવાની જરૂર પડે છે, ટેલી માનસ હેલ્પલાઈન પર લોકો આ સંદર્ભે સલાહ લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે