હિતેન વિઠલાણી/દિલ્હી: મોડી રાત્રે કોંગ્રેસે ગુજરાતની પેટા ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ધાંગ્રધા વિધાનસભા બેઠક પરથી દિનેશભાઈ પટેલને ટીકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જયંતીભાઈ સભ્યને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણી માટેના ઉમેદાવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. પક્ષના અંદરો-અંદર વિખવાદને કારણે અત્યાર સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. મહત્વનું છે, કે આ તમામ વિધાનસભા બેઠકો પર ધારાસભ્યો દ્વારા ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપી દેતા આ બેઠક પર પણ લોકસભાની ચૂંટણી સાથે-સાથે વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાશે.
માણાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર નેતા રેશમા પટેલને એનસીપી દ્વારા ટીકીટ આપાવામાં આવી છે. એટલે રેશમા પટેલ આ બેઠક પરથી એનસીપીમાંથી ચૂંટણી લડશે. માણાવદર બેઠક પર કોંગ્રેસના અરવિંદભાઇ અને રેશમા પટેલ વચ્ચે સિધી ટક્કર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે