Home> Gujarat
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીના એક નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ભાજપને આપ્યો સણસણતો જવાબ

Congress Vs BJP : વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા... પક્ષના ગદ્દારોને હાંકી કાઢવાના તેમના નિવેદન પર કોંગ્રેસ ભાજપ આમનેસામને આવી ગયું છે, કોંગ્રેસે કહ્યું-જેનામાં ત્રેવડ ન હતી તે ભાજપમાં ભાગી ગયા 

રાહુલ ગાંધીના એક નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ભાજપને આપ્યો સણસણતો જવાબ

Gujarat Politics : ગુજરાત કોંગ્રેસમાં ભાજપના મળતિયાઓને હાંકી કાઢવાના રાહુલ ગાંધીના બાદ નિવેદન બાદ કોંગ્રેસ ભાજપ વચ્ચે જુબાની જંગ જામ્યો છે. ભાજપના જયરાજસિંહ અને કોંગ્રેસના પાર્થિવરાજ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. જયરાજસિંહે ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રહાર કર્યા હતા. ત્યારે પાર્થિવરાજે જયરાજસિંહ પર આકરા વાર કર્યા છે. 

fallbacks

રાહુલ ગાંધીના પ્રવાસ પર ભાજપના નેતા જયરાજસિંહ પરમારની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ છે. તેમણે લખ્યુ કે, રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025 માં કાઢ્યું. 30 વર્ષમાં હાર રૂપી ભૂકંપના આંચકા સહીને કોંગ્રેસની ઇમારત સાવ જર્જરીત થઇ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી છેક હવે ભૂકંપ માપવાનું યંત્ર લઈને આવ્યા છે. ખુદ રાહુલ ગાંધીએ જ દ્વારકા ચિંતન શિબિરમાં જેને જવુ હોય એ જાય મારે 25 લોકો જ જોઈએ છે એવી ઘોષણા કરેલી. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ઈચ્છા પુરી કરી જેના કારણે આજે ધારાસભ્યો, સંસદસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ બધાનો સરવાળો કરીએ તો પણ 25 નથી થતો. રાહુલ ગાંધીના ઈશારે કામ કરનારા પ્રદેશ નેતાઓને કોંગ્રેસનો વોટ શેર કેમ ઘટી રહ્યો છે એવો સવાલ પૂછી મુંઝવી નાંખ્યા છે. રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે છેલ્લા બે દશકમાં રાજકારણનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે. 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર તેઓ 2025માં કાઢીને ગુજરાત કોંગ્રેસની પરીક્ષા લઇ રહ્યા છે. વારંવાર નાપાસ થતાં વિદ્યાર્થીઓ પાસેથી પાસ કેમ થવું એનુ વિશ્લેષણ સમજી રાહુલ ગાંધી શું મેળવશે. માત્ર ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત છે એવું તો છે નહિ, દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું ગુજરાત મોડેલ ચાલે છે. જેને કોંગ્રેસ પ્રભારી તરીકે મોકલે છે એ છેલ્લે વેપારી નીકળે છે એ નવું નથી. એકના એક ચહેરા જેને જોઈ કોંગ્રેસ કાર્યકરો પણ ઉબાઇ ગયા હોય એમના ભરોસે જ ગાડુ હંકારવાની રીત ગુજરાત પૂરતી મર્યાદિત નથી. 

જયરાજસિંહ આગળ કહ્યું કે, રાહુલ ગાંધી પૂછી રહ્યા છે કે કોંગ્રેસનો વોટ શેર ગુજરાતમાં કેમ ઘટી રહ્યો છે? ત્રીજી પાર્ટી કેમ કોંગ્રેસના વોટ કાપી જાય છે અને ભાજપના નથી કપાતા? કદાચ રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે આ કોંગ્રેસની આ સ્થિતિ તો આખાય દેશમાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી બિહાર, બંગાળથી લઇ ઘણાં બધા રાજ્યો એવા છે કે જ્યાં ત્રીજા ચોથા પક્ષના આવવાથી કોંગ્રેસનો જ વોટ કપાયો છે જયારે ભાજપનો વોટ શેર  વધ્યો છે. ગુજરાત કોંગ્રેસના કોઈ નેતામાં સહેજપણ દમ હોત તો રાહુલને વળતો જવાબ આપી શક્ત કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના મતોના ધોવાણનું જે કારણ છે એજ કારણ ગુજરાત કોંગ્રેસનું છે. 

ગુજરાતમાં યલો એલર્ટ, હવામાન વિભાગે આ જિલ્લાવાળાને ચેતવણી આપતા કહ્યું-12 માર્ચ સુધી સાચવીને રહેજો

"સભી કા હાથ સામીલ હૈ પક્ષકો હરાને મેં, 
યહાં સિર્ફ ગુજરાત કા હાથ થોડી હૈ "

ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં એન્ટી ઈનકમ્બન્સી કેમ નથી? 
રાહુલ ગાંધીના આ સવાલમાં જ કોંગ્રેસની હારનું કારણ છુપાયેલું છે. ભાજપ સામે અનેક આરોપો ઘડ્યા છતાં લોકોની નારાજગી કોંગ્રેસ પ્રત્યે કેમ છે એની હતાશા આ સવાલ પાછળ દેખાય છે. ગુજરાતનો મતદાર ભાજપના કામ પ્રત્યે રાજીપો વ્યક્ત કરવા મતદાન કરે છે એ નહીં સમજી શકનાર કોંગ્રેસ પોતાના કામથી લોકોને આકર્ષિત કરવાના બદલે ભાજપની બદનામી કરવાની નકારાત્મક પ્રવૃત્તિમાં રાચે છે. ભાજપની સકારાત્મકતા લોકોનો પ્રેમ જીતી છે અને કોંગ્રેસની નકારાત્મકતા નફરત પામી છે. હકીકતે રાહુલ ગાંધીએ ત્રીસ વર્ષ પછી ભાજપ સામે " એન્ટી  ઈંકમબન્સી " કેમ નથી એવા સવાલનો જવાબ મેળવવાના બદલે કોંગ્રેસથી લોકોને સુગ કેમ છે એ સવાલ પૂછવાની જરૂર હતી. ભાજપ સરકાર સામે નારાજગી ઉભી થાય તો જ કોંગ્રેસ ઉભી થાય એવી નકારાતમકતાથી જ કોંગ્રેસને લોકોએ નકારી છે. ભાજપ કરતાં વધુ સારી જનસેવા કરી લોકોનું દિલ નથી જીતવું એના બદલે બસ કંઈક ચમત્કાર થાય ને લોકો કોંગ્રેસ તરફ વળે એની રાહમાં રાહુલ ગાંધી સમેત આખી કોંગ્રેસ બેસી રહી એનુ આ પરિણામ છે. 
રાહુલ ગાંધીએ ખવાઈ ગયેલી ગુજરાત કોંગ્રેસની લીડરશિપને આ ચવાઈ ગયેલા સવાલો પૂછવાના બદલે ભાજપની કાર્યશિબિરમાં પ્રશિક્ષણ લેવું જોઈએ. કાર્યકર્તા નિર્માણ, સંગઠન શક્તિના બળે સત્તા પર આવવું અને સત્તાને સેવાસેતુ બનાવી લોકો સાથે સીધો સંબંધ બાંધવાની ભાજપની રીત જોયા પછી રાહુલ ગાંધીને કદાચ કંઈક સમજાય ..

મરણચીસોથી ગુંજી ગયો હિંમતનગર હાઈવે, સામસામે સ્પોર્ટસ બાઈક અથડાતા 4 યુવકોના મોત

માત્ર જાતિવાદી ચશ્માથી રાજનીતિ કરવા ટેવાયેલી કોંગ્રેસનું DNA રાહુલના એ સવાલમાં ઝળકયુ કે સવર્ણ મત કેમ કોંગ્રેસથી દૂર થઇ ગયા છે ?
સંસદ અને સડક બધે હાથમા સંવિધાન લઇ દેખાડો કરતા રાહુલ ગાંધીનો નકાબ ઉતરી ગયો. સંવિધાનની પ્રસ્તાવનાની પહેલી પઁક્તિ ' અમે ભારતના લોકો' થી વિરુદ્ધ ભારતીયોને સવર્ણ, દલિત, ઓબીસી, મુસ્લિમ વિગેરેમાં વહેંચી સત્તા મેળવવાની ભાગલાવાદી માનસિકતા ખુલ્લી પડી ગઈ. દલિત અને ઓબીસીના ઉત્કર્ષની વાત કરવાને બદલે દલિત અને મુસ્લિમને માત્ર મતદાર તરીકે જોતી અને મતબેંકની રાજનીતિ માટે જાતિ જનગણનાનું હથિયાર ઉઠાવતી કોંગ્રેસ હવે સવર્ણ વોટબેંક છટકી ના જાય એની ચિંતા કરી રહી છે.  કોંગ્રેસ પોતાની જ વિચારધારામાં સ્પષ્ટ નથી કન્ફ્યુઝડ છે.. ભારતીય જનતા પાર્ટી દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા મંત્રને શિક્ષાપત્રી માની ગુજરાતના સાડા ચાર કરોડ મતદારોની સેવા કરતી ગુજરાત ભાજપ " સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ " ની વાત લઈને લોકોમાં જાય છે એટલે ભાજપ અને મતદારોમાં જાતિ શોધતી કોંગ્રેસ વચ્ચે મોટો તફાવત છે. વળી આનો જવાબ લેવા છેક ગુજરાત આવવાના બદલે જીગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈના જાતિવાદી ભાષણો અને નિવેદનો સાંભળી લીધા હોત તો પણ રાહુલ ગાંધીને ઘણું બધું સમજાઈ ગયું હોત. જાતિગત ચોકઠાં ગોઠવી ખામ થિયરી પર રાજનીતિ કરવાના દિવસો ક્યારનાય પુરા થઇ ગયા. સબકા સાથ સબકા વિકાસનો નવો અભ્યાસક્રમ લાગુ થઇ ચુક્યો છે ત્યારે સતત જાતિવાદના ચક્કરમાં ફસાયેલા રાહુલ ગાંધી ફરી એક વાર કન્ફ્યુજડ નેતા સાબિત થયાં છે.

55 થી 99 લોકસભા બેઠક પહોંચ્યાના અતિ ઉત્સાહમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની શેખી મારનાર રાહુલ ગાંધીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ કદાચ જોયા નહીં હોય. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનમાં કુલ મળી પચાસ કાઉન્સિલર નથી એ બાબતે પણ બેધ્યાન હશે.

ભાજપના નેતાને કોંગ્રેસના નેતાનો સણસણતો જવાબ 
ભાજપા સહપ્રવક્તા જયરાજસિંહ પરમારને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધી પર દોષારોપણ કરનાર નેતાને તેમના ગામથી 70 કિમી દુર જિલ્લા પંચાયતની ટિકિટ રાહુલ ગાંધીએ આપી હતી. શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીએ તેમને કારોબારી ચેરમેન અને વિપક્ષના નેતા બનાવ્યા. જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા એ ભાગીને ભાજપમાં જોડાયા. જે નેતાઓ પાસે જનતાનો અવાજ બનવાની ત્રેવડ નથી, તે ડરીને ભાજપમાં ગયા. ભાજપમાં ગયા પહેલાં આ નેતા કહેતા હતા કે ભાજપના નેતાઓએ આંગળીના નખનું પણ બલિદાન આપ્યું નથી. કોંગ્રેસે પાર્ટી અને તેના નેતાઓ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આક્ષેપ કરતાં પહેલાં ભાજપ તેના ગીરેબાનમાં જુએ. જ્યારે કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો ત્યારે આ નેતા ભાજપના ખોળામાં બેઠા. રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું એ તમારા જેવા નેતાઓ માટે આપ્યું. તમારા જેવા ભાજપ સાથે સેટીંગ કરનારા વધેલા ઘટેલા નેતાઓને પણ ભાજપમાં મોકલાશે.

New Passport Rules: હવે પાસપોર્ટ પર નહિ દેખાય તમારું સરનામું, નિયમમાં મોટો બદલાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More