Gujarart Congress: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા જિજ્ઞેશ મેવાણીની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે. અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી નારાજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ X પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન ટાંક્યું છે.
જિજ્ઞેશ મેવાણીએ X પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો?. બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં? મારું નહિ તો રાહુલજીનું તો માનો!
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા - આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2025
વડગામથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ પોસ્ટ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને લઈને કરી છે. કૉંગ્રેસ પક્ષમાં રહીને જ પક્ષને નુકસાન કરનારા કેટલાક નેતાઓને લઈ મેવાણી આક્રમક થયા છે.
શું હતો અમરેલીનો સમગ્ર બનાવ?
અમરેલીમાં એક ઘટના બની હતી. દલિત સમાજના ચાર યુવાનો ચા-પાણી નાસ્તો કરતા હતા. નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકને હાથ નમકીનના પડીકા સુધી પહોંચતો ન હતો તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કહ્યું બેટા હું જાતે પડીકું લઈ લવ..આ "બેટા" શબ્દ પ્રયોગથી દુકાનદારને એટલો બધો ક્રોધ આવ્યો કે કુહાડીના ઘા કર્યા અને બીજા 12-15 શખ્સોને બોલાવી તીક્ષ્ણ હથિયારોથી નિલેશ રાઠોડ નામના યુવાનને હત્યા કરી નાખી.
આ ઘટનાના પગલે તાત્કાલિક અસરથી સક્ષો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે