Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થવાનો લગાવ્યો આરોપ

ગુજરાતમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વચ્ચે અમદાવાદ દરમિયાપુરના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે તંત્ર પર આક્ષેપ કર્યો છે. 

કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થવાનો લગાવ્યો આરોપ

અમદાવાદઃ અમદાવાદની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાનાં મતવિસ્તારમાં વિકાસનાં કામો ન થતા હોવાનો તંત્ર પર આક્ષેપ કર્યો છે...આ માટે તેમણે વિસ્તાર દીઠ નામ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે...જો કે મનપાનાં સત્તાધીશોએ ગ્યાસુદ્દીનનાં આક્ષેપોને ચૂંટણીલક્ષી ગણાવ્યા છે.
    
વિધાનસભાની ચૂંટણી હવે દૂર નથી...ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે  દરિયાપુરથી કોંગ્રસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને યાદ આવ્યું છે કે તેમનાં મતવિસ્તારમાં ઘણા કામો નથી થયા.

fallbacks

મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તેમણે ફરિયાદની સાથે પોતાની વ્યથા ઠાલવી છે. ગ્યાસુદ્દીન શેખનો આક્ષેપ છે કે તેમણે 5 કરોડ રૂપિયાનાં કામ મંજૂર કરાવ્યા હોવા છતા શાહપુરનાં દુધેશ્વરમાં ડ્રેનેજ, પાણી અને રસ્તાનાં કામો નથી થયા. 

આ પણ વાંચોઃ Junagadh: વિસાવદરના શહેર પ્રમુખ સહિત આપના 35થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગ્યાસુદ્દીન શેખે દુધેશ્વરમાં વિકાસના કામો ન કરવા પાછળ સત્તા પક્ષ પર રાજકારણ રમવાનો પણ આક્ષેપ કર્યો છે, જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગ્યાસુદ્દીનનાં આ દાવાને ફગાવતાં દાવાને ચૂંટણીલક્ષી ગણાવ્યા છે. 

છેલ્લી બે ટર્મથી દરિયાપુરથી જીતતા આવેલા ગ્યાસુદ્દીન શેખ અગાઉ પણ પોતાનાં મતવિસ્તારમાં વિકાસ કાર્યો ન થતા હોવાનો આક્ષેપ કરી ચૂક્યા છે. હવે જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તેમણે આ મુદ્દો જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More