Home> Gujarat
Advertisement
Prev
Next

નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર! પાટીદાર નેતા જિગીષા પટેલની ઓડિયો ક્લિપમાં થયો મોટો ધડાકો

Naresh Patel Audio Viral : સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા કરતા જિગીષા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે

નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર! પાટીદાર નેતા જિગીષા પટેલની ઓડિયો ક્લિપમાં થયો મોટો ધડાકો

Rajkot News : પાટીદાર સમાજના મોભી નરેશ પટેલને બદનામ કરવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. પાટીદાર નેતા જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં નરેશ પટેલને ધમકી આપવાની અને તેમની ઓફિસે સીડી મોકલી વાત કરવામાં આવી છે. ત્યારે પાટીદાર મહિલા નેતાની ઓડિયો ક્લિપથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. 

fallbacks

પાટીદાર આગેવાન જીગિષા પટેલનો એક ઓડિયો વાયરલ થયો છે. બન્ની ગજેરા અને જીગિષા પટેલની વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બંને પાટીદાર આગેવાન નરેશ પટેલ વિશે વાત કરતા હોય તેવું ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે. નરેશ પટેલને બ્લેકમેલ કરી અને રૂપિયા કઈ રીતે પડાવવાની ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે. બન્ની ગજેરાને કઈ રીતના લોકોને બ્લેકમેલ કરવા તે અંગે જિગીષા પટેલ એને સમજણ આપી રહી છે. 

આ ઓડિયોમાં જીગિષા પટેલ કહી રહી છે કે, તું કોઈનો હાથો બનતો નહીં. તેની ઓફિસે સીડી મોકલી દે. સીડી કોરી મોકલજે અને તેના પર લખીને મોકલજે કે, આ વખતે કોરી છે. નેકસ્ટ ટાઈમ વીડિયો મોકલીશ. સાથે મેસેજ હાથથી લખીને નહિ, પરંતું કમ્પ્યૂટર પર ટાઈપ કરીને મોકલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બન્ની ગજેરા લોકોને બ્લેક મેલ કરી ચૂક્યો છે. આ ઓડિયો ક્યારનો છે તે હજુ જાણવા મળ્યું નથી. જોકે, ZEE 24 કલાક આ ઓડિયોની પુષ્ટી નથી કરતું. 

સમાજની એકતાને વેર વિખેર કરવાનો પ્રયત્ન - પરસોત્તમ પીપળીયા 
ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તેમજ પાટીદાર મહિલા અગ્રણી જીગિષા પટેલની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં પરસોતમ પીપળીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નરેશ પટેલના ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે. સમાજની એકતાને વેરવિખેર કરવાનો પ્રયત્ન લેભાગુ તત્વ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવા તેમજ રૂપિયા પડાવવા બાબતેનું કારસ્તાન હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિયો ક્લિપ બાબતે તથ્ય જાણીને જવાબદારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ. 

રાઈટ ટુ એજ્યુકેશનમાં ગુજરાતનો રેકોર્ડ, એડમિશન આપવામાં બધા રાજ્યોને પછાડી દીધું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More