Cooking Tips: રોજની રસોઈ બનાવવામાં કુકરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. કુકરમાં દાળ, શાક બનાવવાથી સમય પણ બચે છે. પરંતુ પ્રેશર કુકરમાં જ્યારે દાળ કે ખીચડી બનાવવાની હોય ત્યારે ચિંતા વધી જાય છે. ચિંતા એ વાતની હોય કે દાળ, શાક કે ખીચડીનું પાણી કુકરમાંથી ઉભરાય તો કુકર ગંદુ થવાની સાથે જ ગેસ, રસોડાની દિવાલ અને પ્લેટફોર્મ પણ ગંદુ થઈ જાય છે. કારણ કે સીટી વાગે તેની સાથે પ્રેશરથી કુકરમાં રહેલું પાણી બહાર આવે છે. આ સમસ્યાથી મોટાભાગની ગૃહિણીઓ પરેશાન હોય છે. આ સમસ્યાનો સમાધાન આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: પેટની ચરબી ઉતારવાનો સૌથી સરળ રસ્તો, રોજ 1 મિનિટ આ પોઝિશનમાં રહો, ચમત્કારી ફરફ દેખાશે
જો તમે કુકરમાં ભોજન બનાવો ત્યારે આ ટિપ્સને ફોલો કરશો તો કુકરમાંથી પાણી બહાર આવશે નહીં. જેના કારણે કુકર બહારથી ક્લીન રહેશે અને ગેસનો ચૂલો કે રસોડાનું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય.
કુકરમાંથી પાણી ન નીકળે તે માટે શું કરવું ?
આ પણ વાંચો: કચરો સમજી ફેંકવી નહીં દાડમની છાલ, આ રીતે બનાવો હેર ડાઈ, આ કલર લાંબા સમય સુધી ટકશે
1. કુકરની સીટી વાગે તેમાંથી પાણી ત્યારે નીકળે છે જ્યારે સિટીમાં કંઈ ફસાયેલું હોય. તેથી કુકરને ગેસ પર ચઢાવો તે પહેલા સીટીને સારી રીતે સાફ કરી લો. સીટીને સાફ કરવા માટે તમે ગરમ પાણીમાં તેને થોડી મિનિટ પલાળી શકો છો તેનાથી અંદર ફસાયેલી વસ્તુ બહાર નીકળી જશે.
આ પણ વાંચો: ફુગ્ગા જેવી ફુલેલી રોટલી બનાવવા અપનાવો આ 5 ટ્રીક, કલાકો સુધી રહેશે રુ જેવી સોફ્ટ
2. પ્રેશર કુકરની રીંગ જો ઢીલી થઈ ગઈ હોય તો પણ કુકરમાંથી પાણી ઉભરાય છે. તેથી ચેક કરી લેવું કે રિંગમાં કોઈ સમસ્યા નથી ને આ સિવાય થોડા થોડા સમયે કુકરની રીંગને બદલી દેવી. કુકરનું રબર બે થી ત્રણ મહિનામાં બદલી દેવું જોઈએ.
3. કુકરમાં કોઈપણ વસ્તુ જ્યારે તમે મૂકો છો ત્યારે ઢાંકણું બંધ કરતા પહેલા કુકરના ઢાંકણાની અંદરની તરફ સારી રીતે તેલ લગાડી દો તેલ લગાડી દેવાથી વરાળની સાથે અંદરનું ભોજન બહાર નીકળશે નહીં.
આ પણ વાંચો: સવારે નાસ્તામાં આ સફેદ વસ્તુ ખાવાનું રાખો, આખો દિવસ એનર્જી રહેશે અને ચરબી પણ નહી વધે
4. જો તમે કુકરમાં દાળ કે ચોખા બાફવા મૂકો છો તો વધારે પાણી મૂકવાનું ટાળો. ઘણી વખત દાળ ચોખામાં પાણી વધી જાય છે તેના કારણે પણ કુકરમાંથી પાણી બહાર આવે છે. તેથી દાળ અને ચોખામાં માપ અનુસાર પાણી ઉમેરો.
5. કુકરને ગેસ પર મુકો ત્યારે શરૂઆતમાં ગેસની આંચ ધીમી રાખવી જોઈએ. ઘણી વખત ડાયરેક્ટ ફાસ્ટ ગેસ પર કુકર મૂકી દેવાથી પણ અંદર રહેલું પાણી ઉભરાવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે