Corona Cases In India: દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર કહેર મચાવી રહ્યો હોય તેવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ને કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 4026 થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કુલ કેસનો આંક 461એ પહોંચ્યો છે. 24 કલાકમાં 108 કેસો નોંધાયા છે. ગુજરાતમાં હોસ્પિટલમાં 20 દર્દી તો હોમ આઈસોલેશનમાં 441 દર્દી સારવાર લઈ રહ્યાં છે. ગુજરાત એ દેશમાં કોરોનાના કેસમાં ત્રીજા નંબરનું રાજ્ય છે. રાજ્યમાં 2 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સરકાર કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી પણ આઈપીએલની ફાયનલમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતાં આગામી દિવસોમાં કોરોનાના કેસોનો બ્લાસ્ટ થાય તો પણ નવાઈ નહીં.
ગુજરાત સરકારના અહેવાલ મુજબ હાલમાં જે કેસો જોવા મળી રહ્યાં છે તે ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટના છે. જેમાં દર્દીને માઈલ્ડ તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. ખાસ એ યાદ રાખવું જોઈએ કે ગુજરાતમાં 2 મોત થયા છે. એમાં એકની ઉંમર 47 વર્ષ અને બીજાની 18 વર્ષ છે. હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિએ સ્વ નીરિક્ષણ કરવું એ સૌથી વધારે જરૂરી છે. અમદાવાદમાં સૌથી વધારે કેસો નોધાયા છે. જેમાં અમદાવાદ પશ્વિમમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે.
ગુજરાતમાં આ તારીખથી ચોમાસું થશે સક્રિય! જૂન મહિનામાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. બોપલ - ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર સેટેલાઈટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા,પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, આશ્રમ રોડ રાણીપ, નવાવાડજ, ન્યૂ રાણીપ, જગતપુર, કેશવનગર વાડજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં 190થી વધુ કેસો નોંધાયા છે. તંત્ર દ્વારા હોમ આઇસોલેટેડ દર્દીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને જરૂરી દવાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સુરત શહેરમાં આજે કોરોનાના 3 કેસ સામે આવ્યા છે, જેમાં 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની, 38 વર્ષીય પુરુષ અને 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા કોવિડ પોઝિટીવ દર્દીઓને 5 દિવસ માટે હોમ આઈસોલેશનની સલાહ આપવામાં આવી છે. ખાસ એ પણ જાણવું જરૂરી છે કે અત્યારસુધી 43 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આઈપીએલની ફાયનલ મેચ બાદ શું સ્થિતિ રહે છે એ સૌથી અગત્યનું છે.
18 વર્ષની રાહ અને વિરાટની પહેલી ટ્રોફી... RCB IPL જીતતાં જ બની જશે આ 5 મોટા રેકોર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા પાંચ લોકો પહેલાથી જ અન્ય ગંભીર રોગોથી પીડાતા હતા. આ મૃત્યુ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં થયા છે. કેરળમાં દેશભરમાં સૌથી વધારે કેસો નોધાયા છે. જ્યાં સૌથી વધારે 1416 કેસ નોંધાયા છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્ર અને કેરળ જ આગળ છે.
IPLના ઈતિહાસમાં આ 7 ટીમનો રહ્યો છે દબદબો, કયા વર્ષે કોને હરાવી કઈ ટીમ થઈ હતી વિજેતા
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, હાલમાં ફેલાયેલો ચેપ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ NB.1.8.1 ને કારણે થઈ રહ્યો છે. તે ઝડપથી ફેલાય છે, પરંતુ તેની તીવ્રતા ઓછી છે. તેના લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી આવવું અને ભૂખ ન લાગવી સામેલ છે, જે સામાન્ય મોસમી ફ્લૂ જેવા જ છે. આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની ચેતવણી આપી છે. અત્યારસુધીમાં કોરોનાને કારણે 39 મૃત્યુ થયાં છે, જેમાંથી છેલ્લા 4 દિવસમાં 31 લોકોનાં મોત થયાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં 70 વર્ષીય અને 73 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. રાજ્યમાં સૌથી વધુ 10 મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2 મહિલાનાં મોત થયાં છે. 24 કલાકમાં કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં 1-1 મૃત્યુ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે