IPL 2025 Prize Money: IPL ફક્ત વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગ જ નથી, પરંતુ તે જે ઇનામી રકમ આપે છે તે પણ સૌથી વધુ છે. આ સિઝન હવે IPL 2025 ની ફાઇનલ મેચ સાથે સમાપ્ત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટાઇટલ મેચ યોજાઈ છે. દરેકના મનમાં આ પ્રશ્ન છે કે આ વખતે વિજેતા ટીમને કેટલી ઇનામી રકમ મળશે.
IPL 2025 પ્રાઇઝ મની
IPL 2025 ટાઇટલ જીતનાર ટીમને ઇનામ રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળશે. 2022 થી વિજેતા ટીમને મળતી રકમમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મેચ હારી જનાર ટીમને 12.5 કરોડ મળશે. જો આપણે આઈપીએલની પહેલી સીઝન સાથે સરખામણી કરીએ તો, ઈનામની રકમ ચાર ગણી વધી ગઈ છે. પહેલી સીઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સને 4.8 કરોડ મળ્યા હતા. હારનાર ચેન્નઈ સુપર કિંગ્સને 2.4 કરોડ મળ્યા હતા.
આ સાથે, પ્લેઓફમાં પહોંચનારી ટીમોને પણ પૈસા મળે છે. એલિમિનેટરમાં બહાર થનારી ટીમને બીસીસીઆઈ તરફથી 6.5 કરોડ મળે છે. એટલે કે ગુજરાત ટાઇટન્સને આ રકમ મળશે. ક્વોલિફાયરમાં બહાર થનારી મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ મળશે. આ ઉપરાંત, ટીમને ફેર પ્લે એવોર્ડ પણ આપવામાં આવે છે.
વ્યક્તિગત કેટેગરી માટે 10 લાખ રૂપિયાની ઇનામી રકમ
ટીમોની સાથે વ્યક્તિગત કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવે છે. આમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવતી ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બેટ્સમેનને આપવામાં આવતી પર્પલ કેપનો સમાવેશ થાય છે. સિઝનના શ્રેષ્ઠ યુવા ખેલાડીને ઉભરતા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે. આઈપીએલમાં જે ખેલાડીનો સૌથી વધારે સ્ટ્રાઈક રેટ હોય એ ખેલાડીને 10 લાખનું ઈનામ આપવામાં આવે છે. ફેન્ટેસી પ્લેયર ઓફ ધ સિઝન રહેનાર ખેલાડીને પણ 10 લાખનું ઈનામ મળે છે.
આ સિવાય ઈમર્ઝિદ પ્લેયર ઓફ ધ સિઝન, સૌથી વધુ છગ્ગા, સૌથી વધારે ચોક્કા, બેસ્ટ કેચ, ફેયર પ્લે એવોર્ડ તેમજ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ મેળવનાર પણ 10 લાખના ઈનામનો હકદાર બને છે. આઈપીએલમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે. મોસ્ટ વેલ્યુબલ પ્લેયરને પણ 10 લાખનું ઈનામ અપાય છે. જે સ્ટેડિયમની સૌથી સારી પીચ તૈયાર કરાઈ હોય છે એ ગ્રાઉન્ડ માટે પણ 50 લાખનો એવોર્ડ અપાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે