Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત: COVID 19 રોજે રોજ પોતાનાં જ તોડે છે પોતાનો રેકોર્ડ, નવા 778 દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 5 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 778 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 421 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

ગુજરાત: COVID 19 રોજે રોજ પોતાનાં જ તોડે છે પોતાનો રેકોર્ડ, નવા 778 દર્દીઓ નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 5 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 778 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 421 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

fallbacks

સૌરાષ્ટ્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર, નેવી, NDRF અને એરફોર્સની મદદ લેવાશે

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 2,77,064 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,73,684 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 3389 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 8913 એક્ટિવ કે છે. જ્યારે 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 8852 સ્ટેબલ છે. 26744 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 1979 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, અમદાવાદમાં 1, દેવભુમિ દ્વારકામાં 1, બનાસકાંઠામાં 1, જામનગર કોર્પોરેશન 2, મોરબી, પાટણ, ખેડા, રાજકોટ અને ગાંધીનગરનાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 

ગુજરાતના ગોપનાથ, દ્વારકા અને વેરાવળના લાઈટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવશે

નવા આવેલા કેસ
સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત 45, રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15, ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જુનાગઢ કોર્પોરેશ 7, મહીસાગર 7, અમરેલી 6, દાહોદ 6, જુનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ, તાપી, સાબરકાંઠા 3, છોટાઉદેપુર, જામનગર માં 2-2,  નર્મદા, બોટાદ, દેવભુમિ દ્વારકા 1-1 કેસ નોધાયા હતા. 

કોરોના કાળમાં સેમેસ્ટર પ્રથારદ્દ કરવા માટેની માંગે ફરી એકવાર માથુ ઉચક્યું

ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વિગત
સુરત કોર્પોરેશન 70, અમદાવાદ કોર્પોરેશન 110, વડોદરા કોર્પોરેશન 28, સુરત 6, રાજકોટ કોર્પોરેશન 7, વલસાડ 14, વડોદરા 14, અમદાવાદ 14, મહેસાણા 2, ભરૂચ 4, કચ્છ 1, ગાંધીનગર 13, નવસારી 7, બનાકાંઠા 13, ખેડા 5, સુરેન્દ્રનગર 2, આણંદ 5, ભાવનગર 33, જામનગર કોર્પોરેશન 7, રાજકોટ 2, જુનાગઢ કોર્પોરેશન 1, જુનાગઢ 3, ગાંધીનગર કોર્પોરેશન 4, પાટણ 11, મોરબી 1, અરવલ્લી 7,, પંચમહાલ 4, સાબરકાંઠા 2, છોટાઉધેપુર 7, જામનગર 3, નર્મદા 3, પોરબંદર 2, અન્ય રાજ્યનાં 16 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More