Home> World
Advertisement
Prev
Next

નવા નક્શા પર ભારતના પક્ષમાં બોલતા નેપાળી સાંસદ પર એક્શન, પાર્ટીમાંથી હાંકી કઢાયા

નક્શા વિવાદ પર ભારતના પક્ષમાં બોલતા સાંસદ સરિતા ગિરીને સમાજવાદી પાર્ટી (SP)ને પદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમની સંસદ સભ્યતા પણ છીનવી લેવામાં આવી છે. નક્શા વિવાદ પર સરિતા ગિરીએ શરુઆતથી જ નેપાળ સરકારનો ખુલ્લાઆમ વિરોધ કરી રહી છે.

નવા નક્શા પર ભારતના પક્ષમાં બોલતા નેપાળી સાંસદ પર એક્શન, પાર્ટીમાંથી હાંકી કઢાયા

નવી દિલ્હી: નક્શા વિવાદ પર ભારતના પક્ષમાં બોલતા સાંસદ સરિતા ગિરીને સમાજવાદી પાર્ટી (SP)ને પદથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમની સંસદ સભ્યતા પણ છીનવી લેવામાં આવી છે. નક્શા વિવાદ પર સરિતા ગિરીએ શરુઆતથી જ નેપાળ સરકારનો ખુલ્લાઆમ વિરોધ કરી રહી છે.

fallbacks

તાજેતરમાં જ સરિતા ગિરીએ ખુલ્લેઆમ બંધારણીય સુધારોનો પણ વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા નવા નક્શાને બંધારણનો ભાગ બનાવવા માટે લાવવામાં આવેલા બંધારણીય સુધારા પ્રસ્તાવ પર પોતાનો અલથી બંધારણીય પ્રસ્તાવ મુકતા જનતા સમાજવાદી પાર્ટીની સાંસદ સરિતા ગિરીએ તેને બરતરફ કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો:- ભારતની જેમ અમેરિકા પણ ચીનને જબરદસ્ત મોટો ઝટકો આપવાની તૈયારીમાં, ખાસ જાણો

શું છે સમગ્ર મામલો
ભારત અને નેપાળમાં સરહદ વિવાદના કારણે સંબંધમાં તણાવ જોવા મળી રહ્યો છે. 8 મેના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ લિખપુરથી ધારાચૂલા સુધી બનાવવામાં આવેલા માર્ગનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ નેપાળે લિપુલેખને પોતાનો ભાગ ગણાવી વિરોધ કર્યો હતો. 18 મેના નેપાળે નવા નક્શા જાહેર કર્યો હતો. જેમાં ભારતના ત્રણ વિસ્તાર લિપુલેખ, લિમ્પયાધુરા અને કાલાપાનીને પોતાનો ભાગ ગણાવ્યો હતો.

આ પણ વાંચો:- PoKના મુઝફ્ફરાબાદમાં ચીન-પાક વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ગેરકાયદેસર નિર્માણ સામે લોકોનો ભારે વિરોધ

નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળના આ સુધારેલા નક્શાને બહાર પાડ્યો હતો. બેઠકમાં હાજર કેબિનેટ સભ્યોએ સમર્થન આપ્યું હતું. નેપાળના આ વર્તનથી ભારત અને નેપાળની મિત્રતામાં દરાદ પડવાની શરૂ થઈ ગઇ છે. ભારતે સતત તેનો કડક વિરોધ કર્યો છે.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારત પણ ગેરકાયદેસર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે તેઓ તેમની જમીન પર લઇને રહેશે. 11 જૂનના નેપાળની કેબિનેટે 9 લોકોની એક કમિટિની રચના કરી હતી. જે જમીન પર નેપાળ આટલા દિવસથી દાવો કરી રહ્યું છે અને ભારતની સાથે વિવાદ ઉભો કરી રહ્યું છે. તે જમીન પર પોતાના અધિકારના નેપાળ પાસે કોઇ પુરાવા નથી.

આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે અમેરિકાનું મહત્વનું નિવેદન, 'અમેરિકી સેના ભારત સાથે'

નક્શામાં સુધારાનો પ્રસ્તાવ પાસ
જો કે, નેપાળની સંસદમાં વિવાદિત નક્શામાં સુધારાનો પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. નવા નક્શામાં ભારતના ત્રણ વિસ્તાર કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને સામેલ કરવામાં આવ્યા છે. 275 સભ્યોની નેપાળી સંસદમાં આ વિવાદિત બિલના પક્ષમાં 258 વોટ પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More