Home> Gujarat
Advertisement
Prev
Next

દસ્તાવેજની નોંધણી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

સીએમઓના સચિવ અશ્ચિની કુમારે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાની વિસ્તાર સિવાયની 98 સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. તો સાથે જ ઉદ્યોગોને મળેલી છૂટછાટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર ઉદ્યોગો શરૂ થઇ ગયા છે અને એ ઉદ્યોગોમાં 5 લાખ કામદારો કામ કરી રહ્યા છે. 

દસ્તાવેજની નોંધણી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્ચિની કુમારે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાની વિસ્તાર સિવાયની 98 સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. તો સાથે જ ઉદ્યોગોને મળેલી છૂટછાટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર ઉદ્યોગો શરૂ થઇ ગયા છે અને એ ઉદ્યોગોમાં 5 લાખ કામદારો કામ કરી રહ્યા છે. 

fallbacks

....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા

તેમણે વધુમાં જણાવ્યું કે, આવતીકાલે ૨૫મીએ તરીકે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત જે 66 લાખ કુટુંબો રેશનકાર્ડ ધરાવે છે, તેઓ સસ્તા અનાજની દુકાનો પર રાશન વિનામૂલ્યે મેળવી શકશે. એનએસએફએ કાર્ડ ધરાવનાર લોકોની જ આજે રાશન મળશે, એ સિવાય કોઈએ રાશનની દુકાને લેવા જવાનું નહીં રહે. માર્કેટ યાર્ડમાં 4 લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને સરકાર દ્વારા કરવામાં આવતા કામો 573 શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં ૨૦ હજાર જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે. દૂધમાં 49 લાખથી વધુની લિટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું  છે. દૂધનું વિતરણ વધુ થઈ રહ્યું છે એનો મતલબ એ થયો છે કે જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે. 1 લાખ 19 હજાર ક્વિન્ટલ
શાકભાજીની આવક થઈ  છે. તો ફળફળાદી માં 15 હજાર ક્વિન્ટલથી વધુની આવક થઇ છે. 

Updates : ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના. સુરતમાં કોર્પોરેટરના માતાનો રિપોર્ટ પોઝિટિવ

તો સાથે જ તેમણે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ વધારવા મુદ્દે કહ્યું કે, ગુજરાતમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે, તેમ ટેસ્ટિંગ પણ થઈ રહ્યાં છે. જે આંકડાઓ આપ્યા છે તે આંકડાકીય માહિતીના આધારે છે, અમારી સ્ટ્રેટેજી પ્રમાણે અમે વધારે ટેસ્ટ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More