Home> World
Advertisement
Prev
Next

ખરાબ સમાચાર: Coronavirus ની પ્રથમ રસી નિષ્ફળ, WHOના ભૂલ'થી બહાર પડેલા રિપોર્ટથી ખુલાસો

કોરોના વાયરસના સંક્રમણની રોકથામ માટે દુનિયાભરમાં રસી તૈયાર કરવાનું મિશન ચાલુ છે. પરંતુ આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર છે. કોરોના વાયરસની રોકથામ માટે તૈયાર થઈ રહેલા રસી ટ્રાયલમાં ફેલ સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ રસી કોરોના વાયરસને હરાવવામાં નિષ્ફળ ગયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી 'ભૂલ'થી બહાર પડેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

ખરાબ સમાચાર: Coronavirus ની પ્રથમ રસી નિષ્ફળ, WHOના ભૂલ'થી બહાર પડેલા રિપોર્ટથી ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણની રોકથામ માટે દુનિયાભરમાં રસી તૈયાર કરવાનું મિશન ચાલુ છે. પરંતુ આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર છે. કોરોના વાયરસની રોકથામ માટે તૈયાર થઈ રહેલા રસી ટ્રાયલમાં ફેલ સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ રસી કોરોના વાયરસને હરાવવામાં નિષ્ફળ ગયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી 'ભૂલ'થી બહાર પડેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

fallbacks

મીડિયા રિપોર્ટ મુજબ ગિલીડ (Gilead) કંપનીએ કોરોના વાયરસની રોકથામ માટે એક એન્ટીવાયરલ રસી તૈયાર કરી હતી. પરંતુ ચીનમાં થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં આ રસી નિષ્ફળ ગઈ. રિપોર્ટ મુજબ ગિલીડની એન્ટી વાયરલ રેમડિસિવિર રસી કોરોના વાયરસ સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગયો છે. 

જો કે ગિલીડે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે WHO દ્વારા બહાર પાડવામાં આવેલો રિપોર્ટ અધૂરો છે. કંપનીનો દાવો છે કે ક્લિનિકલ ટ્રાયલ માટે ચીનમાં વધુ લોકો મળી શક્યા નહીં અને આ જ કારણ છે કે હજુ ટ્રાયલ પૂરી થઈ શકી નથી. 

જુઓ LIVE TV

આ મામલા સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે મોટાભાગની અમેરિકન અને યુરોપિયન કંપનીઓ પોતાની ટ્રાયલમાં ઝડપ લાવી ચૂકી છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે સૌથી પહેલી રસી જૂનમાં આવશે. જો કે રસી લોન્ચ થવાનું એ વાત પર નિર્ભર છે કે તે કેટલી ઝડપથી માપદંડો પર ખરી ઉતરી છે. (Reuters input)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More