Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ભાજપનો આંતરિક વિખવાદ પહેલા બંધ બારણે હતો, પરંતુ સરપંચ સમારંભ કાર્યક્રમમાં ભાજપનો જૂથવાદ સ્પષ્ટ પણે ખુલીને સામે આવ્યો હતો. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર મંચ પરથી ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાલિયાએ ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્ય બહારથી આવ્યા છે તેને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી, ધારાસભ્ય દ્વારા વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો મુકેશ લંગાળિયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો, સાથે એ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પણ આ મામલે રજૂઆત કરવાની સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી. વલ્લભીપુર તાલુકાના ઉપસ્થિત તમામ ગામના સરપંચોએ ધારાસભ્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
શંભુનાથ ટૂંડિયા પર આક્ષેપ કરતા પ્રમુખે જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા અને તેઓના પ્રતિનિધિઓ દ્વારા સરકારી બાંધકામો બની રહ્યા હોય તેમાં મોટા પાયે હપ્તાઓ લઈને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા બહારથી આવ્યા છે, તેઓને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી. વગેરે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને રાજકીય માહોલ ગરમાયો.
હરિભક્તો અને સંતોને લઈ જતી કાર કોઝવેમાં ડૂબી, શાંત ચરીત સ્વામી હજી લાપતા, 2 ના મોત
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ લીમડા ગામે યોજાયો હતો. ‘સેવા હી સંગઠન’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વલભીપુર તાલુકાના કુલ 54 ગામોના સરપંચો પૈકી 38 સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સાથે વલભીપુરના ધારાસભ્ય અને તેની મંડળી દ્વારા ભાગબટાઇ, મળતિયાઓને કામ તેમજ તેઓ દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારનો એકમત થઈ વિરોધ કરવામાં આવ્યો હતો. જેની મુખ્યમંત્રીને રજૂઆત સાથે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કાર્યોની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી.
વલ્લભીપુર તાલુકાના લીમડા ગામે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમનું 106 ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાલિયાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, ધારાસભ્ય શંભુનાથના તાલુકાના 54 ગામોના સરપંચ માંથી 40 સરપંચો ધારાસભ્યોના વિરોધમાં પૂર્વ પ્રમુખ સાથે જોડાયા હતા.
તો બીજી તરફ, ગીર ગઢડાના PIને ભાજપના નેતાએ વિદાય આપતા રાજકારણ ગરમાયું છે. ગીર ગઢડાના PI વાય.બી. ચૌહાણને ભાજપ નેતા કાળુ રુપાલાએ વિદાય આપી હતી. ભાજપ નેતા વિદાય આપતા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશે આકરા પ્રહારો કર્યા હતા કે, ગીર ગઢડા તાલુકામાં પોલીસની ભાગદારી અસામાજીક પ્રવૃતિ કરનારા બેફામ બન્યા છે.
કાંતિ અમૃતિયા માટે વટનો સવાલ! 100 સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા નીકળ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે