અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. કેસમાં ઓચિંતો વધારો થવા લાગ્યો છે. જો કે કોરોના થયેલા લોકોની તબિયત સ્થિર છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના અને રથયાત્રા પર આરોગ્ય મંત્રીએ મોટી વાત કરી...શું બોલ્યા આરોગ્ય મંત્રી?...જુઓ આ અહેવાલમાં...
અમદાવાદ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો ઉત્સવ નજીક છે. શહેર શણગારાયું છે, શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. લાખો લોકોની ભીડ, ભવ્ય રથયાત્રા, અને શ્રદ્ધાનો અનેરો માહોલ... પરંતુ આ ઉત્સવની વચ્ચે એક ચિંતા પણ ઘેરાઈ રહી છે... કોરોના ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે.
કોરોના ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે
ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદમાં તો છેલ્લા 24 કલાકમાં 127 નવા કેસ નોંધાયા છે, અને એક સપ્તાહમાં કેસ બમણા થયા છે. દેશભરમાં સક્રિય કેસનો આંકડો 5 હજાર 755ને પાર કરી ગયો છે. ગુજરાતમાં 822 એક્ટિવ કેસ સાથે ચિંતા વધી છે, જેમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચોઃ ગુજરાતની નજીક પહોંચ્યું ચોમાસું!, ત્રણ દિવસ 15થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી
અગાઉ કોરોનાના કપરા કાળમાં રથયાત્રા સ્થગિત કરવી પડી હતી. આજે ફરી એકવાર આપણે એ જ રસ્તે ઊભા છીએ, જ્યાં શ્રદ્ધા અને સાવચેતી વચ્ચે સંતુલન જરૂરી છે. સરકારે હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ICUની વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકારે પણ મોક ડ્રિલ દ્વારા તૈયારીઓ ચકાસી છે....
પરંતુ આ લડાઈમાં સરકારની સાથે નાગરિકોની જવાબદારી પણ મહત્વની છે. માસ્ક પહેરો, સામાજિક અંતર રાખો, અને લક્ષણો દેખાય તો તરત ટેસ્ટ કરાવો. રથયાત્રાનો ઉત્સાહ જાળવીએ, પણ આરોગ્યની સુરક્ષા સાથે...
ભગવાન જગન્નાથની કૃપા અને આપણી સાવચેતીથી આ ઉત્સવ શ્રદ્ધા અને સલામતીનું સુંદર સંગમ બની રહે. આ રથયાત્રા ફક્ત આસ્થાની જ નહીં, પરંતુ જવાબદારીની પણ યાત્રા બને. જય જગન્નાથ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે