Home> Technology
Advertisement
Prev
Next

પોડકાસ્ટથી લઈને કોડિંગ સુધી, દરેક કામ કરી આપશે આ 5 AI એપ્સ

આજે ટેક્નોલોજીની દુનિયામાં આપણા કાર્યોને વધુ લોકો સુધી, વધુ સારી રીતે પહોચાડવા માટે એઆઈ માધ્યમો સાથે તાલથી તાલ મેળવવું જરુરી છે. અહીં, અમુક એઆઈ એપ્લિકેશનની માહિતી આપેલ છે જે જુદાં-જુદાં ક્ષેત્રોમાં ઉપયોગી થશે અને કાર્યને વધુ ઝડપી બનાવશે.

પોડકાસ્ટથી લઈને કોડિંગ સુધી, દરેક કામ કરી આપશે આ 5 AI એપ્સ

AI Tools: આજના ટેક્નોલોજીના સમયમાં રોજ નવા આવિષ્કારો થતા રહે છે, જેમાં AI ટૂલ્સ ઘણાં સમયથી ચર્ચિત રહ્યા છે. વ્યાવસાયિક રીતે તેના ઉપયોગ વિશે અનેક પહેલૂઓ સામે આવતા હોય છે. પણ જો આજના આ એઆઈના યુગમાં આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ નહી કરીએ તો પાછળ રહી જઈશું અને બઘાં આગળ નીકળી જશે કેમકે આજકાલ કેટલાય કામો એઆઈ ફીચર્સના ઉપયોગથી ઝડપથી અને સરળતાથી થઈ જાય છે. અહી, અમુક એઆઈ એપ્સ આપેલ છે જેની મદદથી તમે ફોન પર જ વિવિધ કામો જલ્દીથી પૂરા કરી શકશો. 

fallbacks

નોટબૂક એલએમ એપ્લિકેશન
સૌપ્રથમ એઆઈના બેસ્ટ ટૂલને જોઈએ તો તે છે નોટબૂક એલએમ એપ્લિકેશન (NotebookLM App).આ એપ્લિકેશન ગૂગલનું જ હોવાથી તેને વાપરવું એકદમ સુરક્ષિત છે. આ એપને તમે કોઈપણ વિડીયો આપો, પાંચસો પાનાની પીડીએફ આપો કે પછી કોઈ બૂક આપો તે તમારી પસંદગીના હિસાબે તેને ઓડિયોમાં કન્વર્ટ કરી આપશે, લાંબા લખાણનું સારાંશ લખી આપશે, તેનું પોડકાસ્ટ પણ બનાવી આપશે અને આટલું જ નહી તમે આ એપને ક્વિઝ તૈયાર કરવાનું કહેશો તો તે પણ કરી આપશે. આ ફીચર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. તેઓ બુકની લાંબી પીડીએફ એપમાં અપલોડ કરી તેની નોટ્સ અથવા પ્રશ્નો મેળવી શકે છે. રીસર્ચ કરવા માટે વિદ્યારથીઓ માટે આ બેસ્ટ એપ છે. 

માણસની જેમ જ કામ કરે છે આ એપ 
અન્ય એપ છે તે ઓટોનોમસ એજંટિક એપ છે. તે એકદમ મનુષ્યની જેમ જ કાર્ય છે. એટલે જ તેનું નામ પણ માનસ એઆઈ (MANUS AI) છે. જો તમે આ એપને કોઈ ટાસ્ક આપો તો એકદમ મનુષ્યની જેમ જ એક-એક સ્ટેપ સાથે ટાસ્કને ઉકેલે છે. આવા એક વર્ચયલ એજંટ વડે તમે પ્લાનિંગ, માઈંડ મેપિંગ જેવા કાર્યો કરાવી શકો છો. આટલું જ નહી, આ એપને ગમે તે ઈમેજ અને તેને લગતો કમાન્ડ આપો તો તે પિક્ચરનું રીસર્ચ કરી આપશે. 

ક્રિએટીવ ટાસ્ક માટે વપરાતું એપ
તેના બાદ એક એપ્લિકેશન આવે છે માય માઈન્ડ (My Mind). આ એપમાં તમે જે વિડીયો કે ફોટો શેર કરશો તેનો મુખ્ય સ્ત્રોત શું છે તે બતાવે છે. ઉપરાંત તમે તમારા ફોનમાં જોઈ રહેલ કોઈ ટ્વિટ કે પછી ઈન્સાગ્રામ રીલ પણ અપલોડ કરી શકો છો. અપલોડ કર્યા  બાદ એપ તેની વિગતવાર માહિતી આપશે. આ એપ કોઈપણ પ્રકારની માહિતીને સુવ્યવસ્થિત એક માળખામાં ગોઠવીને આપે છે અને સૅવ કરીને પણ રાખે છે જેથી તમે ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ કરી શકો. ગભરાશો નહી, તમારી આ માહિતી સુરક્ષિત જ રહે છે તે એપથી બહાર કયાંય જતી નથી. ક્રિએટીવ વર્કસ્પેસ માટે આ શ્રેષ્ઠ એપ છે. 

સમાચાર સંબંધિત એપ
ચોથા એઆઈ એપની વાત કરીએ તો તે છે વોલ્વ (Volv)એપ. આ એપ મૂળભૂત રીતે સમાચાર અને ખબરોને ટૂંકમાં અને સરળતાથી વાંચવા માટે છે. જેમાં તમે કોઈપણ માહિતી કે વિષય સર્ચ કરો એટલે તેની લેટેસ્ટ માહિતી આપે છે. 60 કે 90 જેટલા શબ્દોમાં આપણને માહિતી મળે છે. જેથી કરીને લાંબા લેખો વાંચવાનો સમય ન હોય તો પણ અપડેટ રહી શકાય છે. આ એપમાં અલગ -અગલ વિભાગો આવે છે જેમકે, રાજનીતિ, સ્પોર્ટસ, ટ્રાવેલ વગેરે. તે આપણે પસંદ કરેલ કેટેગરીના જ સમાચાર દર્શાવે છે. આમ, દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે તે માત્ર આંગળીના ટેરવે મળી રહે છે. 

કોડિંગ એપ
એક એઆઈ એપ જેનું નામ ક્લાઉડ એઆઈ (Claude AI) તે પણ ખૂબ જ અગત્યું એઆઈ ફીચર છે. આ એપમાં ચેટ બોક્સ આપેલ હોય છે જેના દ્વારા તમે કોઈપણ પ્રશ્નોના ઉકેલ શોધી શકો છો. આ એપની ખાસ વાત એ છે કે કોડ બહુ જ સારી રીતે પરફોર્મ કરી શકે છે. જે કોડિંગના જાણકાર અને શોખીન લોકો છે તેમના માટે આ બેસ્ટ એપ છે.   

આ દરેક એપ્સની સાઈઝ નાની છે એટલે જૂના ફોનમાં પણ કામ કરી શકશે. અમુક એપ્સ એવાં હોય શકે છે કે જેમાં પ્રીમિયમ પેકેજ હોય પરંતુ શરુઆતના અમુક ટાસ્ક ફ્રીમાં હોય છે. જો ફીચર્સ અનુકુળ આવે તો પ્રીમિયમ પણ ખરીદી શકાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટી કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More